50 વર્ષથી અવિરત ચાલતી પરંપરા: સંખારીના પ્રજાપતિ યુવાનોની ભવ્ય કાવડયાત્રા સંપન્ન થઈ
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ તાલુકાના સંખારી ગામના સમસ્ત પ્રજાપતિ યુવાનો દ્વારા શ્રાવણ માસ પૂર્વે 50 વર્ષથી વધુ સમયથી ચાલી આવતી પરંપરાગત કાવડયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી. સિદ્ધપુરના પૌરાણિક બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરથી કાવડયા
50 વર્ષથી અવિરત ચાલતી પરંપરા: સંખારીના પ્રજાપતિ યુવાનોની ભવ્ય કાવડયાત્રા સંપન્ન થઈ.


પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ તાલુકાના સંખારી ગામના સમસ્ત પ્રજાપતિ યુવાનો દ્વારા શ્રાવણ માસ પૂર્વે 50 વર્ષથી વધુ સમયથી ચાલી આવતી પરંપરાગત કાવડયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી. સિદ્ધપુરના પૌરાણિક બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરથી કાવડયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

કાવડિયાઓએ આખી રાત ખુલ્લા પગે પદયાત્રા કરી ‘હર હર મહાદેવ’ અને ‘બોલે શંભો હર હર મહાદેવ’ના જયઘોષ સાથે સંખારી તરફ પ્રયાણ કર્યું હતું. રાત્રિભરના પ્રવાસ બાદ સવારે 6 વાગ્યે યાત્રા સંખારી ગામે પહોંચી હતી. ગામના વડીલોના માર્ગદર્શન હેઠળ ચાલતી આ પરંપરા યુવા પેઢીમાં ધાર્મિક સંસ્કાર અને સામાજિક એકતાની ભાવનાને મજબૂત બનાવી રહી છે.

સંખારી ગામના નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન યોજાનારી વિવિધ પૂજાવિધિમાં કાવડયાત્રા દ્વારા લાવવામાં આવેલા પવિત્ર જળનો ઉપયોગ કરવામાં આવશે. આ અનોખી ધાર્મિક પરંપરા ગામના યુવાનોમાં ભક્તિ, સંસ્કાર અને એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. આ અંગેની માહિતી કનુભાઈ પ્રજાપતિએ આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande