વાંસદામાં જિલ્લા કક્ષાએ, 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, કલેક્ટરે ધ્વજવંદન કરી આપ્યો વિકાસનો સંદેશ
નવસારી, 15 ઓગસ્ટ (હિ.સ.): નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ
Navsari


નવસારી, 15 ઓગસ્ટ (હિ.સ.): નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત અનેક મહાનુભાવો અને નાગરિકો હાજર રહ્યા હતા.

કલેક્ટરે સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, દેશને મળેલી આઝાદી અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું પરિણામ છે. તેમણે નવસારી જિલ્લાના ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કરતાં દાંડી કૂચ અને મહાત્મા ગાંધીજીના અહિંસક આંદોલનની યાદ તાજી કરી તેમજ દેશની એકતા અને વિકાસ માટે સૌએ મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પ્રવચન દરમિયાન કલેક્ટરે જુલાઈ મહિનામાં જિલ્લામાં આવેલા વિનાશક પૂર દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા વહીવટી તંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર વિભાગ, ભારતીય સેના, સ્થાનિક તરવૈયાઓ, સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને પત્રકારોના યોગદાનની પ્રશંસા કરી હતી તથા સૌને દેશ અને સમાજના વિકાસમાં સક્રિય ભાગ ભજવવા અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande