પાટણમાં AAP દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું.
પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પાટણ શહેરમાં 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. રેલીનું પ્રસ્થાન પાટણ શહેરના ત્ર
પાટણમાં AAP દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું.


પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પાટણ શહેરમાં 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

રેલીનું પ્રસ્થાન પાટણ શહેરના ત્રણ દરવાજાથી કરવામાં આવ્યું હતું. રેલીના રૂટ દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

તિરંગા બાઇક રેલીનું સમાપન પાટણના બગવાડા દરવાજા ખાતે કરવામાં આવ્યું હતું. પાટણ વિધાનસભાના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિથી રેલી દેશભક્તિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande