પોરબંદર ખાતે તિરંગા યાત્રા તથા વંદે માતરમ્ સમૂહગાન કાર્યક્રમ યોજાયો.
, 15 ઓગસ્ટ (હિ.સ.)“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સરકારી પોલીટેકનિક પોરબંદર ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા તિરંગા યાત્રા તથા “વંદે માતરમ્” સમૂહગાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સ
પોરબંદર         ખાતે તિરંગા યાત્રા તથા વંદે માતરમ્ સમૂહગાન કાર્યક્રમ યોજાયો.


પોરબંદર         ખાતે તિરંગા યાત્રા તથા વંદે માતરમ્ સમૂહગાન કાર્યક્રમ યોજાયો.


, 15 ઓગસ્ટ (હિ.સ.)“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સરકારી

પોલીટેકનિક પોરબંદર ખાતે દેશભક્તિ અને

રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા તિરંગા યાત્રા તથા “વંદે માતરમ્” સમૂહગાનના

કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ

પ્રસંગે સંસ્થાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા હાથમાં રાષ્ટ્રધ્વજ ધારણ કરી

ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં ભાગ લેવામાં આવ્યો હતો. સમગ્ર પરિસરમાં દેશભક્તિમય

વાતાવરણ સર્જાયું હતું અને “ભારત માતા કી જય”, “વંદે માતરમ્” તથા રાષ્ટ્રભક્તિના નારા

સાથે રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.ત્યારબાદ

સંસ્થાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફની બહોળી ઉપસ્થિતિમાં “વંદે માતરમ્”નું સમૂહગાન

કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે

ગૌરવની ભાવના વધુ મજબૂત કરવાનો હતો.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફે ખૂબ જ

ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે ભાગ લઈ “હર ઘર તિરંગા” અભિયાનને જનભાગીદારી સાથે સફળ

બનાવવાનો સંદેશ આપ્યો હતો.આ

સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં સંસ્થાના આચાર્યના માર્ગદર્શન હેઠળ સંસ્થાના

અધિકારીઓ, અધ્યાપકગણ

તથા કર્મચારીઓનો સહયોગ રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande