પોરબંદરમાં ગેરકાયદે ખનન સામે ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી.
પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ગેરકાયદે ખનનસામે ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને ભૂસ્તરશાસ્ત્રીના માર
પોરબંદરમાં   ગેરકાયદે ખનન સામે ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી.


પોરબંદરમાં   ગેરકાયદે ખનન સામે ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી.


પોરબંદરમાં   ગેરકાયદે ખનન સામે ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી.


પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર

જિલ્લામાં ગેરકાયદે ખનનસામે

ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા

સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી

હાથ ધરવામાં આવી હતી.જિલ્લા

કલેક્ટર એસ.ડી. ધાનાણી અને

ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં ગેરકાયદે ખનનમાં ઉપયોગમાં લેવાતી મશીનરી અને વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.પોરબંદર તાલુકાના પાતા ગામે ખાણ-ખનનના બે સ્થળે દરોડો પાડી 3 ટ્રેક્ટર અને 6 ચકડી મશીન મળી કુલ 9 મશીનરી-વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ સ્થળે ગેરકાયદે ખનનના સંચાલકો તરીકે સતીષ ભીમાભાઈ અને અસ્લમ અબ્બાસ જોખીયાના નામ સામે આવ્યા છે.આ ઉપરાંત ગોરસર ગામે ત્રણ ખાડા પર થી કુલ 9 ચકડી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. અહીં ખાડા કરતા/સંચાલકો તરીકે રમેશકુમાર લખમણભાઈ ધલવલિયા અને હસન અરબભાઈ લુસાનીના નામ સામે આવ્યા છે.બંને સ્થળની કાર્યવાહી દરમિયાન કુલ 18 ગેરકાયદે મશીનરી અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિતકિંમત રૂ.20 લાખ હોવાનું જણાવાયુંછે.ખાણ-ખનીજ વિભાગ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરી ગેરકાયદે ખનન સામે આગળની કાયદેસરની કાર્યવાહીહાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande