સ્વાતંત્ર્ય પર્વે અંકલેશ્વર જીઆઈડીસી દેશભક્તિના રંગે રંગાયુ, કમલમ ગાર્ડનમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો
એઆઈએ પ્રમુખે ધ્વજ વંદન કરી રાષ્ટ્રધ્વજને આપી સલામી જીઆઇડીસીના એસ્ટેટના લોકો સહિત ઘણી સંસ્થાઓ જોડાય હતી વિદ્યાર્થીઓનો ઉત્સાહ,શાળાઓની અદ્ભુત રજૂઆતો અને નાગરિકોની વિશાળ હાજરીથી દેશભક્તિમય બન્યો ભરૂચ 15 ઓગસ્ટ (હિ.સ.) અંકલેશ્વર જીઆઈડીસી કમલમ ગાર્ડન
સ્વાતંત્ર્ય પર્વે અંકલેશ્વર જીઆઈડીસી દેશભક્તિના રંગે રંગાયુ કમલમ ગાર્ડનમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો


સ્વાતંત્ર્ય પર્વે અંકલેશ્વર જીઆઈડીસી દેશભક્તિના રંગે રંગાયુ કમલમ ગાર્ડનમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો


સ્વાતંત્ર્ય પર્વે અંકલેશ્વર જીઆઈડીસી દેશભક્તિના રંગે રંગાયુ કમલમ ગાર્ડનમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો


સ્વાતંત્ર્ય પર્વે અંકલેશ્વર જીઆઈડીસી દેશભક્તિના રંગે રંગાયુ કમલમ ગાર્ડનમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો


સ્વાતંત્ર્ય પર્વે અંકલેશ્વર જીઆઈડીસી દેશભક્તિના રંગે રંગાયુ કમલમ ગાર્ડનમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો


એઆઈએ પ્રમુખે ધ્વજ વંદન કરી રાષ્ટ્રધ્વજને આપી સલામી

જીઆઇડીસીના એસ્ટેટના લોકો સહિત ઘણી સંસ્થાઓ જોડાય હતી

વિદ્યાર્થીઓનો ઉત્સાહ,શાળાઓની અદ્ભુત રજૂઆતો અને નાગરિકોની વિશાળ હાજરીથી દેશભક્તિમય બન્યો

ભરૂચ 15 ઓગસ્ટ (હિ.સ.)

અંકલેશ્વર જીઆઈડીસી કમલમ ગાર્ડન ખાતે 15 મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે એઆઈએ પ્રમુખ વિમલ જેઠવાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ અતિથિઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને જીઆઈડીસીના સંયુક્ત ઉપક્રમે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં 13 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. નોટિફાઇડ વિસ્તારના નાગરિકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક કાર્યક્રમ નિહાળ્યો અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને દેશભક્તિમય બનાવી દીધી હતી.

વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને તેમજ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર થાય તેવા શુભ આશય સાથે ભવ્ય દેશભક્તિપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો અદ્ભુત ઉત્સાહ અને શાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સુંદર સાંસ્કૃતિક કૃતિઓએ સમગ્ર વાતાવરણને સાચા અર્થમાં દેશભક્તિના રંગે રંગી દીધું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો, નૃત્યો અને સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી. શાળાના બાળકોની આ સુંદર રજૂઆતોને ત્યાં ઉપસ્થિત વિશાળ નાગરિક સમુદાયે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. નાગરિકોની વિશાળ ઉપસ્થિતિ અને બાળકોના ગજબના ઉત્સાહે આ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.

આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ અને નોટિફાઇડ એરિયા ઓથોરિટી ચીફ ઓફિસર ચિંતન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો.આ ઉપરાંત, એઆઈએના પાસ્ટ પ્રેસિડેન્ટ હિંમત શેલડીયા તેમજ આ સમગ્ર કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન યોગેશ પટેલ સહિતના અનેક ગણમાન્ય મહાનુભાવો અને વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande