
ભાવનગર,15 ઓગસ્ટ (હિ.સ.) સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસર પર પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા દેશભક્તિ, સામાજિક સરોકાર તથા સેવાભાવનાથી ઓતપ્રોત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનનાં અધ્યક્ષ શાલિની વર્માના માર્ગદર્શન હેઠળ બાલ મંદિર તથા કિડ્સ હટ સ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય દિવસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંગઠનની ઉપાધ્યક્ષ શિખા શર્મા તથા અન્ય સભ્યાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. સમારોહમાં ઉપસ્થિત બાળકો તથા સભ્યોએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રીય પર્વની ગરિમામાં વધારો કર્યો તથા દેશ પ્રત્યે સમર્પણ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી.
આ જ ક્રમમાં મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર પરા ખાતે અપર મંડળ રેલવે પ્રબંધક ઋત્વિક શર્મા તથા અન્ય અધિકારીઓ દ્વારા સારવાર લઈ રહેલા દર્દીઓને ફળોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે દર્દીઓના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવવામાં આવી. ફળ વિતરણ દ્વારા સ્વાતંત્ર્ય દિવસના અવસરે દર્દીઓ સાથે ખુશીઓ વહેંચતા તેમની પ્રત્યે સંવેદના, સહયોગ તથા માનવીય સરોકારની ભાવના વ્યક્ત કરવામાં આવી.
આ કાર્યક્રમો દ્વારા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સ્વાતંત્ર્ય દિવસને રાષ્ટ્રભક્તિની સાથે સામાજિક સેવા તથા માનવીય સંવેદનાની ભાવના સાથે ઉજવવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ