
પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે રાષ્ટ્રીય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. લોન ટેનિસ ખેલાડી મુસ્કાન પ્રજાપતિના હસ્તે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલ વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો.
ધ્વજવંદન બાદ તમામ આગેવાનો અને કાર્યકરોએ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરી રાષ્ટ્ર પ્રત્યેની એકતા અને ગૌરવની ભાવના વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને દેશભક્તિના વાતાવરણમાં સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ