આરએસએસ પ્રાંત કાર્યાલય કર્ણાવતી ખાતે 80માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને ભારતમાતા પૂજન
- જાણીતા પોડકાસ્ટર અને એન્ટ્રપ્રેન્યોર જય થડેશ્વરના હસ્તે ધ્વજવંદન અમદાવાદ,15 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યાલય ડૉ. હેડગવાર ભવન, કર્ણાવતી ખાતે 80માં પ્રજાસત્તાક દિન નિમિત્તે જાણીતા પોડકાસ્ટર અને એન્ટ્રપ્રેન્યોર જય થડ
Flag hoisting and Bharat Mata Puja on the occasion of 80th Republic Day at RSS Provincial Office Dr. Hedgewar Bhavan, Karnavati


Flag hoisting and Bharat Mata Puja on the occasion of 80th Republic Day at RSS Provincial Office Dr. Hedgewar Bhavan, Karnavati


- જાણીતા પોડકાસ્ટર અને એન્ટ્રપ્રેન્યોર જય થડેશ્વરના હસ્તે ધ્વજવંદન

અમદાવાદ,15 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યાલય ડૉ. હેડગવાર ભવન, કર્ણાવતી ખાતે 80માં પ્રજાસત્તાક દિન નિમિત્તે જાણીતા પોડકાસ્ટર અને એન્ટ્રપ્રેન્યોર જય થડેશ્વરના હસ્તે ધ્વજવંદન અને ભારતમાતા પૂજન કરાયું હતું.

આ અવસરે કાર્યક્રમના મુખ્ય વક્તા રા.સ્વ.સંઘના પ્રાંત બૌદ્ધિક પ્રમુખ જશુ ચૌધરીએ કહ્યું કે આજે જે ભારત આપણી સામે છે એ ભારત જેનાથી અકબંધ રહ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મના 150 વર્ષ થયા છે. એમનું પુણ્ય સ્મરણ કરીએ છીએ, વંદન કરીએ છીએ.

તેમણે કહ્યું કે 1875માં બંકિમ બાબુએ વંદેમાતરમની રચના કરી. વંદેમાતરમમાં ભારતને એક જીવિત ઈકાઈ તરીકે પ્રકટ કર્યું છે. આ વંદેમાતરમને પણ 150 વર્ષ પૂર્ણ થયા છે અને ક્રાંતિવીરોમાં મહામંત્ર વંદેમાતરમ આજે દેશના હૃદય પરથી એક અવાજ સાથે પૂર્ણ વંદેમાતરમ થવાનું છે. સ્વાભાવિક છે કે એનો હર્ષ હોય.

જશુભાઈએ દેશની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનાર અને બલિદાન આપનાર નામી આનામી

વીરોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે આજે આપણે સ્વાધીન થયા છે સ્વતંત્ર થયા કે નહીં? આ

સ્વતંત્રતામાં સ્વધર્મ, સ્વદેશી અને સ્વરાજ્યનો વિચાર હોવો જોઈએ.

આ અવસરે કાર્યક્રમના અધ્યક્ષ જય થડેશ્વરે કહ્યું કે ક્રાંતિવીરોના બલિદાનથી સ્વાધીનતા

મળી, દરેક પ્રકારની સ્વતંત્રતા માટે તેઓએ કામ કર્યું. આપણે વૈચારિક સ્વતંત્રતા જાળવી રાખવાનું કાર્ય કરવાનું છે. આજના જમાનામાં કોઈ પૂછે કે સાચો દેશભક્ત કેવો હોય તો હું કહીશ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકને મળી લો.

તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા Algorithms થી નહીં પણ પોતાની રીતે વિચારવું એ સાચી

સ્વતંત્રતા છે. Internet માં આપણો Opinion Hack કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દ્વેષ ભાવના,ગુસ્સા વાળું, હિંસક, Vulgarity વાળુ, દેશ વિરોધી પ્રકારનું કન્ટેન્ટ બતાવીને સોશિયલ મીડિયામાં આપણી સોશિયલ અને કલ્ચરલ Identity ને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ નિમિત્તે કર્ણાવતી મહાનગર સંઘચાલક મહેશ પરીખ,પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસ પટેલ, કર્ણાવતી મહાનગર કાર્યવાહ હાર્દિક પરીખ સહિત મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને નગરજનોએ ધ્વજવંદન અને ભારતમાતા પૂજનમાં ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande