જીવનદીપ ટ્રસ્ટ કોડીનાર ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી
ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.) દિવ્યાંગ બાળકો અને વાલીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન, બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંગે જાગૃતિ અને દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર સંચાલિત દિવ્યાંગ બાળકોની સંસ્થ
જીવનદીપ ટ્રસ્ટ કોડીનાર ખાતે


ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.)

દિવ્યાંગ બાળકો અને વાલીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન, બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંગે જાગૃતિ અને દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન

જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર સંચાલિત દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના દિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ, મહાનુભાવો, નગરજનો તથા સંસ્થાના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ વંદનથી કરવામાં આવી હતી. અલ્પાબેન ભોડુ (મુ. લંડન) તથા સંસ્થાની દિવ્યાંગ બાળકી શ્રુસ્તીબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.

આ પ્રસંગે કોડીનાર કોળી સમાજના પ્રમુખ રમેશભાઈ ચુડાસમા તથા તેમની ટીમ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી હતી. કોડીનારના જાણીતા લોકસાહિત્યકાર અને ઇન્ફ્લુએન્સર જગદીશભાઈ વિંઝુડાએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે ‘બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તરફથી તનવીરભાઈ ચાવડાએ બાળ વિવાહના કાયદાકીય તથા સામાજિક દુષ્પરિણામો અંગે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું. બાળ વિવાહ અટકાવવામાં સમાજની જવાબદારી, બાળકીના શિક્ષણનું મહત્વ તથા બાળ અધિકારો અંગે પણ સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટે સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિવ્યાંગ લાભાર્થીઓને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળી રહે તે માટે જરૂરી પ્રક્રિયા અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે બસ પાસ તથા નિરામયા કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા દેશભક્તિપૂર્ણ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસના આ પાવન અવસરે બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, આત્મવિશ્વાસ, સમાનતા અને સમાજમાં દિવ્યાંગજનો પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે સંસ્થાના દિવ્યાંગ બાળકો, વાલીઓ તથા નગરજનો દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે નીકળેલી આ યાત્રાથી કોડીનાર શહેરમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ પ્રસરી ગયો હતો.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના કો-ઓર્ડિનેટર આરીફભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સ્ટાફગણ રાકેશભાઈ, ભરતભાઈ, નિકુંજભાઈ, અમીતાબેન, ભાવનાબેન તથા નાઝીમાબેન સહિત સમગ્ર ટીમે ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી.

સ્વતંત્રતા દિવસની આ ઉજવણી માત્ર રાષ્ટ્રધ્વજને સલામી પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ દિવ્યાંગ સશક્તિકરણ, બાળ વિવાહ નિવારણ, બાળ અધિકારો અને સામાજિક જાગૃતિ જેવા મહત્વપૂર્ણ વિષયોને પણ જોડતી રહી હતી. આ સંકલિત અભિગમ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande