ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ, સુત્રાપાડા 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી
ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.)ગીર સોમનાથમાં આજરોજ ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ, સુત્રાપાડા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સંસ્થાના આધ્યસ્થાપક તથા ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં
ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ, સુત્રાપાડા


ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.)ગીર સોમનાથમાં આજરોજ ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ, સુત્રાપાડા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

સંસ્થાના આધ્યસ્થાપક તથા ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું

આ પ્રસંગે NCC પરેડ, દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સંકુલના વિવિધ શૈક્ષણિક વિભાગોના વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને સમગ્ર સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

જશાભાઈ બારડે પોતાના ઉદબોધનમાં સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દેશની વિકાસયાત્રા અને સુત્રાપાડા વિસ્તારના વિકાસ વિશે માર્ગદર્શન આપ્યું.

આઝાદીના અમૃત સંકલ્પોને સાકાર કરવા અને વિકસિત ભારતના નિર્માણમાં સૌનો સહયોગ રહે તેવી શુભકામનાઓ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande