અમદાવાદના કૃષ્ણનગરમાં મકાનમાંથી .24 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
અમદાવાદ,15 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી એસઓજી ટીમે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે 23.52 લાખની કિંમતના 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે રાહુલ ગાડે નામના યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસ
અમદાવાદના કૃષ્ણનગરમાં મકાનમાંથી .24 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો


અમદાવાદ,15 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી એસઓજી ટીમે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે 23.52 લાખની કિંમતના 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે રાહુલ ગાડે નામના યુવકને ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અમદાવાદના જ બન્ની ભાટિયા નામના શખસ પાસેથી ગાંજો લાવીને ઘરમાં છૂટક વેચાણ માટે રાખતો હતો. પોલીસે કુલ .45.25 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

કૃષ્ણનગર સ્થિત જય રઘુનાથ સોસાયટીના એક મકાનમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની ચોક્કસ બાતમી SOG ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી રાહુલ ગાડેની અટકાયત કરી હતી. ઘરની તલાશી લેતાં.23.52 લાખનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા સિવાયના અન્ય સાધનો મળી કુલ .45.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande