નર્મદા જિલ્લા સેવાસદન ખાતે 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
રાજપીપળા,15 ઓગસ્ટ (હિ.સ.) નર્મદા જિલ્લા સેવાસદન, કલેક્ટર કચેરી પરિસરમાં દેશના 80 મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડિઝાસ્ટર મામલતદાર એચ.જે.બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મામલતદારએ રાષ્ટ્રધ્વજ ફરકાવી
80th Independence Day celebration at Narmada District Seva Sadan


રાજપીપળા,15 ઓગસ્ટ (હિ.સ.) નર્મદા જિલ્લા સેવાસદન, કલેક્ટર કચેરી પરિસરમાં દેશના 80 મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડિઝાસ્ટર મામલતદાર એચ.જે.બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મામલતદારએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરી સલામી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો તથા હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.ગુજરાતમાં આ વર્ષે રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અમરેલીમાં કરવામાં આવી. અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ઝરમર વરસાદ વચ્ચે મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ પ્રસ્તુતિ, દ્વારકાધીશના શિખરે તિરંગા રંગની ધજા લહેરાઈ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande