પાટણની શ્રીજી વિદ્યામંદિરમાં રાષ્ટ્રપ્રેમ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી
પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)પાટણની શ્રીજી વિદ્યામંદિર શાળામાં 15મી ઓગસ્ટ નિમિત્તે સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી દિનેશભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તિરંગો લહેરાતા જ સમગ્ર શાળા પરિસર ‘ભારત માતા કી જય
પાટણની શ્રીજી વિદ્યામંદિરમાં રાષ્ટ્રપ્રેમ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી


પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)પાટણની શ્રીજી વિદ્યામંદિર શાળામાં 15મી ઓગસ્ટ નિમિત્તે સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી દિનેશભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તિરંગો લહેરાતા જ સમગ્ર શાળા પરિસર ‘ભારત માતા કી જય’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી પિન્કીબેન પ્રજાપતિ તથા સમગ્ર શિક્ષકગણે મહત્વની ભૂમિકા ભજવી હતી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને પ્રેરણાદાયી વક્તવ્યો રજૂ કરી ઉપસ્થિતોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી હતી.

શાળા પરિવાર અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસોથી સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્ણ અને યાદગાર બની હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનું વાતાવરણ જોવા મળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande