ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ
જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જિલ્લા કક્ષાના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આ
જામનગર જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી


જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જિલ્લા કક્ષાના 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. તેમણે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું.ત્યારબાદ કલેક્ટર પી.બી.પંડયા અને જિલ્લા પોલીસ વડા ડો.રવિમોહન સૈની સાથે વિવિધ 9 જેટલી પ્લાટૂન પરેડનું જેમાં પુરુષ પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન, હથિયારધારી હોમગાર્ડ, બિનહથિયારધારી હોમગાર્ડ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ, એનસીસી પ્લાટૂન, ડોગ સ્કવોર્ડ, માઉન્ટેડ યુનિટ, પોલીસ બેન્ડ વિભાગનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સૌ જામનગરવાસીઓને 80માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં પોતાનું મહામૂલું પ્રદાન કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ શહીદોને નમન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે, જેના લાભથી કરોડો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આયુષ્માન ભારત યોજના દ્વારા દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ગુણવત્તાસભર આરોગ્યસેવાની સુરક્ષા મળી છે. ઉજ્જવલા યોજના દ્વારા માતા-બહેનોને ધુમાડામુક્ત રસોડાની સુવિધા મળી છે, જનધન યોજના દ્વારા દેશના કરોડો નાગરિકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે, જ્યારે પીએમ સૂર્યઘર યોજના જેવી પહેલો દ્વારા સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં પણ દેશ આગળ વધી રહ્યો છે.“એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત ૧૭ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે હરિયાળા અને સ્વસ્થ ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.રમતગમતના ક્ષેત્રમાં પણ ભારતે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ૩૯ પદકો સાથે કોમનવેલ્થ ગેમમાં રમત ગમત ક્ષેત્રે પણ ખેલાડીઓએ અદભૂત પ્રદર્શન કર્યું છે. ૨૪મી કોમનવેલ્થ ગેમ્સના આયોજનનું ગૌરવ ભારતને અને ખાસ કરીને ગુજરાતને પ્રાપ્ત થયું છે. આ માત્ર ગુજરાત માટે જ નહીં, સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.ગુજરાતે નાગરિકોની સુરક્ષા માટે આતંકવાદ અને સંગઠિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરીને રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. એક સમય હતો જ્યારે કાશ્મીર આતંકવાદ અને હિંસાના સમાચારોથી ચર્ચામાં રહેતું હતું. પરંતુ આજે કાશ્મીર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે સતત પ્રગતિ કરી છે. માનવ વિકાસ સૂચકાંકમાં સુધારો, સરેરાશ આયુષ્યમાં વધારો અને બાળકોના આરોગ્યમાં થયેલો સુધારો રાજ્યની સફળતાની સાબિતી છે. રાજ્ય સરકાર માતાના ગર્ભધારણથી લઈને બાળકના સર્વાંગી વિકાસ સુધી સતત આરોગ્ય સેવાઓ અને પોષણની સુવિધાઓ પૂરી પાડે છે.દીકરીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના અંતર્ગત ૫ લાખ કિશોરીઓને રસી આપવામાં આવી છે.પીએમ સૂર્યઘર યોજના દ્વારા ઘરો પર સોલાર પેનલ સ્થાપિત કરવાની દિશામાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન પામ્યું છે. સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ અપાવવા માટે જીઆઈ ટેગિંગની દિશામાં પણ ગુજરાત આગળ વધી રહ્યું છે.‘ઈઝ ઓફ લિવિંગ’ના અભિગમ સાથે રાજ્ય સરકારે શહેરી વિકાસને નવી દિશા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરીને શહેરી વિકાસને વધુ ગતિ આપવામાં આવી છે. તેના પરિણામે નાગરિકોને વધુ સારી અને સુલભ સેવાઓ મળી રહી છે.સરકારનું સ્વપ્ન માત્ર શહેરોના વિકાસનું નથી, પરંતુ એવા સમૃદ્ધ ગામડાંનું છે જ્યાં ગામડાનું સ્વરૂપ જળવાઈ રહે અને સાથે શહેર જેવી તમામ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ બને. આ દિશામાં રાજ્ય સરકાર સતત કાર્યરત છે. વિકસિત ભારત–૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ખેડૂતોની ભૂમિકા અત્યંત મહત્વની છે અને તેથી જ કૃષિ અને ગ્રામ વિકાસને સરકારની પ્રાથમિકતા આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર ખેડૂતોની પડખે મજબૂત રીતે ઉભી છે. ગયા વર્ષે થયેલા અતિભારે વરસાદ અને કુદરતી નુકસાન બાદ રાજ્યના હજારો ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. પારદર્શિતા અને ઝડપી સહાયનું આ ઉત્તમ ઉદાહરણ છે.ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિત વિવિધ કૃષિ ઉત્પાદનોની મોટા પાયે ખરીદી કરવામાં આવી છે.પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ ગુજરાત દેશને નવી દિશા આપી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande