જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાઈ
જુનાગઢ,15 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ, સમગ્ર રાજ્યમાં અત્યારે હર ઘર તિરંગા અભિયાન અનવ્યે વિવિધ પ્રકારની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત કર્મચા
જૂનાગઢ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે


જુનાગઢ,15 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ, સમગ્ર રાજ્યમાં અત્યારે હર ઘર તિરંગા અભિયાન અનવ્યે વિવિધ પ્રકારની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા તિરંગો ઝંડો કચેરી ખાતે માનભેર ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું.

તેમજ કચેરીમાં સતત કર્મનિષ્ઠા જાળવી રાખવા, મુલાકાતીઓને મદદરૂપ બનવા, વિકસિત ભારત અભિયાન અને સ્વચ્છ ભારત અભિયાનમાં પોતાનું બહુમુલ્ય યોગદાન આપવા માટે અંતમાં પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. આ તકે અત્રેની કચેરીના વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande