
જુનાગઢ 15 ઓગસ્ટ (હિ.સ.) ૮૦મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ હતી. આ રાષ્ટ્રીય પર્વના પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.જેમાં એન.બી. કાંબલીયા,ગીરનાર હાઇસ્કુલ માળીયા હાટીના, ગ્રામ પંચાયત હાઇસ્કુલ માળીયા હાટીના, સ્વામિનારાયણ ગુરુકુળ વંથલી,સ્વ. માતૃશ્રી જે. એન.ચારિયા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ગડુ ના વિદ્યાર્થીઓ,વિસણવેલ પ્રાથમિક શાળા,સરકારી હાઈસ્કૂલ માળીયાહાટીના,અંકુર પ્રાથમિક શાળા અમરાપુર,ચાણક્ય પબ્લિક સ્કૂલ માળીયા હાટીના વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન,ગરબા,દેશભક્તિ નૃત્ય નીસુંદર કૃતિ રજૂ કરી હતી. આ પ્રસંગે સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા અને હર ઘર તિરંગા ના નાદ સાથે જિલ્લાના અધિકારીઓ અને અન્ય લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ