નખત્રાણાની મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો: લખપતના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી 5 ચોરાયેલા મોબાઇલ સાથે રૂ.10 લાખનો ટ્રક કબજે
કચ્છ, 15 ઓગસ્ટ (હિ.સ.) : નખત્રાણાની મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો: લખપતના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી 5 ચોરાયેલા મોબાઇલ સાથે રૂ.10 લાખનો ટ્રક કબજે પશ્ચિમ કચ્છમાં ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વન
મોબાઈલ ચોરી કેસ


મોબાઈલ ચોરી કેસ


કચ્છ, 15 ઓગસ્ટ (હિ.સ.) : નખત્રાણાની મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો: લખપતના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી 5 ચોરાયેલા મોબાઇલ સાથે રૂ.10 લાખનો ટ્રક કબજે

પશ્ચિમ કચ્છમાં ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં LCB પશ્ચિમ કચ્છ-ભુજની ટીમ સફળ રહી છે. તપાસ દરમિયાન લખપત તાલુકામાંથી ચોરીના પાંચ મોબાઇલ ફોન સહિત અંદાજે રૂ.10.60 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ LCBની ટીમ લખપત તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ASI વિકેશભાઇ રાઠવા અને વિરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે GMDC લખપતના ખુલ્લા ગ્રાઉન્ડમાં ટાટા કંપનીનો એક ટ્રક છેલ્લા ત્રણથી ચાર દિવસથી શંકાસ્પદ હાલતમાં ઉભો છે. બાતમીના આધારે ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસને સ્થળ પર ટ્રકનો ચાલક કે અન્ય કોઈ વ્યક્તિ હાજર મળી આવ્યો નહોતો. ત્યારબાદ શંકાસ્પદ ટ્રકની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા ડ્રાઇવર સીટની પાછળથી કાળા રંગની બેગ મળી આવી હતી. બેગ ખોલીને તપાસ કરતાં અલગ-અલગ કંપનીના કુલ પાંચ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ મોબાઇલ ફોનની અંદાજિત કિંમત રૂ.60 હજાર હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ટ્રક નંબર HR-38-AC-7079, જેની અંદાજિત કિંમત રૂ.10 લાખ છે, તેમજ પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂ.10.60 લાખનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસ બાદ મોબાઇલ ફોન અંગે ખરાઈ કરતાં તેનો સંબંધ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાર્ટ-એ ગુ.ર.નં. 0915/2026 સાથે હોવાનું બહાર આવ્યું હતું. આ ગુનો BNSની કલમ 303(2) હેઠળ નોંધાયેલો છે.

આ સમગ્ર કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. LCB PI એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ અને PSI એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ASI વિકેશભાઇ રાઠવા, વિરેન્દ્રસિંહ જાડેજા, સુનિલભાઇ પરમાર, HC લાખાભાઇ રબારી, PC અનિલભાઇ ખટાણા તથા વિરમભાઇ ગઢવી સહિતની ટીમે કાર્યવાહી કરી હતી.

પોલીસે હવે કબજે કરાયેલા મુદ્દામાલ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને ટ્રક તથા મોબાઇલ ફોન અહીં સુધી કેવી રીતે પહોંચ્યા તેમજ તેની પાછળ સંડોવાયેલા લોકો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande