
પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર શહેરના વોર્ડ નં. 8ના ભીલવાસમાં અંબાજી મંદિર નજીક પંચપટેલ વાળી જગ્યામાં સ્લેબ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સ્લેબના નિર્માણથી દર્શનાર્થીઓ તેમજ સ્થાનિક રહીશોને સુવિધા મળશે અને વિસ્તારની માળખાકીય સુવિધાઓમાં વધારો થશે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલ, કારોબારી ચેરમેન અંકુરભાઈ મારફતિયા, પૂર્વ પ્રમુખ અનિતાબેન પટેલ, બાંધકામ કમિટી ચેરમેન કિરણબેન પંડ્યા, યુવા અને સંસ્કૃતિ કમિટી ચેરમેન ભાવેશભાઈ રાજગુરુ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નગરપાલિકા સદસ્યો વર્ષાબેન પટણી, જીગરભાઈ ઠાકોર, રોહિતભાઈ ભીલ, અજયભાઈ જાની, શહેર ભાજપ મહામંત્રી દશરથભાઈ પટેલ, ઉપપ્રમુખ શૈલેષભાઈ પંચોલી, જિલ્લા મંત્રી અશોકભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ જયેશભાઈ પંડ્યા, પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ મોદી, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક અને એપીએમસી ડિરેક્ટર જશુભાઈ પટેલ તેમજ સ્થાનિક અગ્રણીઓ મહેશભાઈ પટેલ, સુરેશભાઈ ભીલ, શંકરભાઈ ભીલ, ભરતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ