




ભરૂચ,15 ઓગસ્ટ (હિ.સ.) ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી શનિવાર, 15મી ઓગસ્ટના રોજ નેત્રંગ તાલુકાના મોરીયાણા સ્થિત નવરંગ વિદ્યામંદિર ખાતે હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.મામલતદાર કલ્પેશ ગળિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.તેમણે તાલુકા માટે ખૂબ ઉત્તમ સંદેશ આપ્યો હતો.આ નેત્રંગના ભૂમિ તપોભૂમિ છે અહીંના નાગરિકોમાં જોમ અને જુસ્સો છે સારા કાર્યો કરવા માટે.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નેત્રંગના મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કલ્પેશ બી. ગળિયા ના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીતનું ગાન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી.આજે પહેલીવાર સ્વાતંત્ર્ય દિવસે સંપૂર્ણ વંદે માતરમ્ ગીત ગુંજ્યું હતું.
સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો વિધાર્થીઓએ રજૂ કર્યા હતા.નવરંગ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું આ પ્રસંગે બહુમાન કરવામાં આવ્યું હતું.
નેત્રંગ તાલુકા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી મોરીયાણા ગામના નવરંગ વિદ્યામંદિર પરિસરમાં દેશભક્તિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.કાર્યક્રમ બાદ છેલ્લે વન વિભાગ દ્વારા વૃક્ષા રોપણના આયોજનમાં મામલતદાર નેત્રંગ ,ટીડીઓ ,આરએફઓ,કિલીમંજારો પર્વતારોહણ કરનાર સીમા વસાવા વગેરેએ વૃક્ષોનું રોપણ કર્યું હતું.
વહીવટી તંત્ર સહિત રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.જેમાં તાલુકા વિકાસ અધિકારી હરીશ પટેલ ,નેત્રંગ વન વિભાગના આરએફઓ મેહજુ દિવાન ,તાલુકા પંચાયત ઉપ પ્રમુખ , નવરંગ વિધ્યા મંદિર સ્કૂલના ટ્રસ્ટી પુષ્પેન્દ્રસિંહ ગોહિલ સહિતના લોકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનું સફળ આયોજન નેત્રંગ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મહેસુલ એસ. આર. વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકાના અગ્રણીઓ, નવરંગ વિદ્યામંદિરનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોરીયાણા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ