કર્ણાટકની જ્વેલરી શોપ લૂંટીને ભાગેલી આંતરરાજ્ય ગેંગ નેત્રંગમાં ઝડપાઈ
- ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન ચલાવી પોલીસે 3 શાર્પ ક્રિમિનલને દબોચ્યા - 15મી ઓગસ્ટની નાકાબંધીમાં મોટો ધડાકો 6.55 લાખના સોના-ચાંદીના દાગીના અને કાર ઝડપાઈ - રાજસ્થાનની જેલમાંથી પેરોલ જમ્પ કરેલ હત્યાનો પ્રયાસ અને એનડીપીએસનો રીઢો આરોપી નેત્રંગ પોલીસ
કર્ણાટકની જ્વેલરી શોપ લૂંટીને ભાગેલી આંતરરાજ્ય ગેંગ નેત્રંગમાં ઝડપાઈ


કર્ણાટકની જ્વેલરી શોપ લૂંટીને ભાગેલી આંતરરાજ્ય ગેંગ નેત્રંગમાં ઝડપાઈ


- ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન ચલાવી પોલીસે 3 શાર્પ ક્રિમિનલને દબોચ્યા

- 15મી ઓગસ્ટની નાકાબંધીમાં મોટો ધડાકો 6.55 લાખના સોના-ચાંદીના દાગીના અને કાર ઝડપાઈ

- રાજસ્થાનની જેલમાંથી પેરોલ જમ્પ કરેલ હત્યાનો પ્રયાસ અને એનડીપીએસનો રીઢો આરોપી નેત્રંગ પોલીસની ઝપટે ચડ્યો

ભરૂચ,15 ઓગસ્ટ (હિ.સ.) 15મી ઓગષ્ટની પૂર્વસંધ્યાએ ભરૂચ જિલ્લાની નેત્રંગ પોલીસે મોટી સફળતા મેળવી છે. કર્ણાટકના બેલગાવ જિલ્લાના કિટ્ટુર ખાતે સોનીની દુકાનમાં ત્રાટકીને લાખોના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરનારી આંતરરાજ્ય ગેંગને નેત્રંગ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડી છે. પોલીસની નાકાબંધી જોઈને ભાગવા જતાં આરોપીઓની કારનો પીછો કરી, રસ્તો બ્લોક કરી અને ત્યારબાદ સીમાડો તથા જંગલ વિસ્તાર કોર્ડન કરીને ડ્રોન કેમેરાની મદદથી 3 આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ સામે હત્યાના પ્રયાસ (IPC 307), NDPS અને પોક્સો જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

એમપી 1,રાજસ્થાન 3 ,કર્ણાટક 1 અને ગુજરાત 1 ગુના કરી ચૂકેલા છે આ રીઢા ચોર ઇસમો.કર્ણાટકમાં બેલગાવ જિલ્લાના કિટ્ટુર ગામમાં શ્રી મંતેશ જ્વેલર્સ સોનીની દુકાનમાં ઘરફોડ ચોરી કરી પાંચ ઈસમો કર્ણાટક ,મધ્યપ્રદેશ ,મહારાષ્ટ્ર અને ગુજરાતની સીમાઓ પાર કરી આખરે નેત્રંગ પોલીસ સ્ટેશનની આઉટ પોસ્ટ થવા ચેકપોસ્ટ ઉપરથી 1 ને ઝડપી જેનું નામ દિલીપસિંહ દેવીસિંહસિંહ રાવત 4 ફરાર થઈ ગયા જેમાંના બે પવન અને અર્જુન રૂપખલ દેડિયાપાડાના જંગલમાંથી ઝડપી પાડ્યા જ્યારે બે ફરાર થઈ ગયા છે .

15મી ઓગષ્ટની નેત્રંગ પોલીસની નાકાબંધી અને રોમાંચક ચેઝ.સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નેત્રંગ પોલીસ ઈન્સ્પેક્ટર વી.એસ.વણઝારા અને સ્ટાફ થવા ચેકપોસ્ટ ખાતે સઘન વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ડેડિયાપાડા તરફથી આવી રહેલી એક સફેદ કલરની i20 કાર MP 05 CB 3246 ના ચાલકે પોલીસને જોઈને કાર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. નેત્રંગ પોલીસે ત્વરિત એક્શનમાં આવીને ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને સામેથી આવતા વાહનોની આડશ ઊભી કરી રસ્તો બ્લોક કરી દીધો હતો.

રૂપખલના જંગલમાં ડ્રોનથી સર્ચ ઓપરેશન કરી 2 આરોપીને દબોચાયા હતા.પોલીસે રસ્તો બ્લોક કરતા જ કારમાંથી ચાર ઈસમો ઊતરીને સીમાડા અને જંગલ તરફ ભાગી છૂટ્યા હતા, જ્યારે ડ્રાઈવર સીટ પર બેઠેલા એક ઈસમ દિલીપસિંહ રાવતને પોલીસે સ્થળ પર જ ઝડપી લીધો હતો. ભાગી ગયેલા લોકેશ બલય અને રામસા ગુર્જરને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી થવા, મંડાળા, સેજપુર, ખરચીપાડા અને કરજણ નદીના પટમાં કડક કોમ્બિંગ હાથ ધર્યું હતું. આધુનિક ટેકનોલોજી એટલે કે ડ્રોન કેમેરા વડે જંગલમાં તપાસ કરીને વધુ બે આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા.

કર્ણાટકની ઝવેરી શોપમાં કરી હતી ચોરી,6.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો નેત્રંગ પોલીસે .પકડાયેલા આરોપીઓની કારમાંથી સ્કૂલ બેગ ટાઈપની બે બેગ મળી આવી હતી. જેમાંથી સોના-ચાંદી જેવા દેખાતા ઘરેણાં, ભગવાનની મૂર્તિઓ, દિવડાની થાંભલીઓ અને પત્રીઓ મળી આવી હતી. કડક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તા.13/08/2026ના રોજ તેઓએ કર્ણાટક રાજ્યના કિટ્ટુર બેલગાવ ખાતે સોનીની દુકાનમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરી હતી.

ચાંદીના દાગીના તથા મૂર્તિઓ 1.20 લાખ ,

હ્યુન્ડાઈ i20 કાર MP 05 CB 3246 કિંમત 5 લાખ,

મોબાઈલ ફોન નંગ-૪ કિંમત 35 હજાર ,

પકડાયેલા શાતિર આરોપીઓ અને તેમનો ગંભીર ગુનાહિત ઈતિહાસ

01) દિલીપસિંહ દેવીસિંહ રાવત ઉં.વ.52, રહે. રાજસ્થાન નિમ્બાહેડા અને ભાદસોડા (રાજસ્થાન) માં IPC 307 હત્યાનો પ્રયાસનો ગુનો,નીમચ મ.પ્ર. અને ગંગરાર રાજસ્થાનમાં NDPS એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. આ આરોપી રાજસ્થાનની ચિત્તોડગઢ જેલમાંથી પેરોલ જમ્પ કરીને નાસતો ફરતો હતો.

02) નારસિંહ ઉર્ફે પવન જેન્તુસિંહ રાવત રહે. રાજસ્થાન આસીંદ પો.સ્ટે. રાજસ્થાનમાં પોક્સો હેઠળનો ગુનો નોંધાયેલ છે.

03) અર્જુનસિંહ શિવસિંહ રાઠોડ ઉં.વ.26, રહે. મધ્યપ્રદેશ પુર રાજસ્થાન અને પીપલીયામંડી મ.પ્ર.માં NDPS એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.

ઝઘડીયા ડિવિઝનના એએસપી અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એસ. વણઝારા, પીએસઆઈ યુ.પી. પારેખ અને એએસઆઈ કાંતિભાઈ, જેલીયાભાઈ, હેડ કોન્સ્ટેબલ મૂળજીભાઈ, રવિન્દ્રભાઈ અને ટીમ દ્વારા આ પ્રશંસનીય સફળતા મેળવવામાં આવી છે. ભાગી છૂટેલા અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન ચાલુ રખાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande