સિદ્ધપુરનું શિક્ષણ જગતમા ગૌરવવંતુ: શિક્ષક હરેશ પટેલ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ, કુમાર શાળા નં. 4 જિલ્લા કક્ષાએ અવ્વલ
પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરમાં શિક્ષણ ક્ષેત્રે બે મોટી સિદ્ધિઓ નોંધાઈ છે. ફૂલપુરા પ્રાથમિક શાળાના શિક્ષક હરેશ પટેલની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે. જ્યારે કુમાર શાળા નંબર 4ને જિલ્લા કક્ષાની સક્ષમ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો છે.
સિદ્ધપુરનું શિક્ષણ જગતમા ગૌરવવંતુ: શિક્ષક હરેશ પટેલ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ, કુમાર શાળા નં. 4 જિલ્લા કક્ષાએ અવ્વલ


સિદ્ધપુરનું શિક્ષણ જગતમા ગૌરવવંતુ: શિક્ષક હરેશ પટેલ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ, કુમાર શાળા નં. 4 જિલ્લા કક્ષાએ અવ્વલ


પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરમાં શિક્ષણ ક્ષેત્રે બે મોટી સિદ્ધિઓ નોંધાઈ છે. ફૂલપુરા પ્રાથમિક શાળાના શિક્ષક હરેશ પટેલની રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે. જ્યારે કુમાર શાળા નંબર 4ને જિલ્લા કક્ષાની સક્ષમ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો છે. 15 ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન બંને સન્માનથી સિદ્ધપુરના શિક્ષણ જગતમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

સિદ્ધપુર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ફૂલપુરા પ્રાથમિક શાળાના શિક્ષક હરેશ પટેલની રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ તેમને રાજ્ય સરકાર દ્વારા બહુમાન આપવામાં આવશે. આ સિદ્ધિ સિદ્ધપુર માટે ગૌરવની બાબત બની છે.

આ ઉપરાંત, સિદ્ધપુરની કુમાર શાળા નંબર 4ને જિલ્લા કક્ષાની સક્ષમ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં મહાનુભાવોના હસ્તે શાળા પરિવારને આ સન્માન અર્પણ કરાયું હતું. એક જ દિવસે શિક્ષક અને શાળાને રાજ્ય તથા જિલ્લા કક્ષાએ મળેલી માન્યતાથી સિદ્ધપુરના શિક્ષણ ક્ષેત્રની ઉત્કૃષ્ટ કામગીરી ઉજાગર થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande