
ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.)
હર ઘર તિરંગા અંતર્ગત, 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પરિસરમાં માનનીય કુલપતિ પ્રો.સુકાંત કુમાર સેનાપતિના હસ્તે ધ્વજવંદન અને પ્રસંગોચિત ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, ભારતીય જ્ઞાન પરંપરાના વાહક તરીકે આપણે સંસ્કૃત અને સંસ્કૃતિના વિકાસ અને નૈતિક મૂલ્યોના સંવર્ધન દ્વારા શ્રેષ્ઠ ભારતના નિર્માણ જેવા સત્સંકલ્પોથી આપણે દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવાનું છે અને ભારતની ઉત્તરોત્તર પ્રગતિ થાય એ દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ વક્તવ્ય, દેશભક્તિ ગીત, કાવ્ય અને યોગ ડેમોસ્ટ્રેશન વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા, આચાર્ય અધિકારીઓ, અધ્યાપકઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ નિદેશક પ્રો.વિનોદકુમાર ઝાના માર્ગદર્શનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.જે. ડી. મુંગરાએ સંયોજક અને સંચાલક તરીકે જવાબદારી નિભાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ