પ્રેમ પ્રકરણમાં યુવતીનું  અપહરણ કરનાર 8 શખ્સો જડપાયા
પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર શહેરમાં હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન નોંધણી રદ કરાવવાના મુદ્દે સર્જાયેલો વિવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. પોરબંદર કલેક્ટર કચેરીના સેવાસદન-1 ખાતે લગ્ન નોંધણીને લઈને
પ્રેમ પ્રકરણમાં યુવતીનું  અપહરણ કરનાર 8 શખ્સો જડપાય.


પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર

શહેરમાં હિન્દુ યુવક અને મુસ્લિમ

યુવતીના લગ્ન નોંધણી રદ કરાવવાના

મુદ્દે સર્જાયેલો વિવાદ હવે

પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. પોરબંદર કલેક્ટર કચેરીના સેવાસદન-1 ખાતે લગ્ન નોંધણીને લઈને યુવતીના પરિવારજનો અને યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. યુવક દ્વારા 112માં કોલ કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ

યુવક યુવતીને 112ની ગાડીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે વકીલ અકબર સેલોટ સહિત યુવતીના પરિવારજનોએ પોલીસની ગાડી રોકી યુવતીને નીચે ઉતારી બળજબરી થી અન્ય સ્થળે લઈ ગયા હોવાનો આરોપ થયો છે.આ સમગ્ર મામલે પોરબંદર ડીવાયએસપી ઋતુરાબાએ પત્રકાર પરિષદ યોજી ઘટનાની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ફરિયાદી ધીરજ પરમારે 112માં ફોન કરીને જાણ કરી હતી કે ફાતિમા નામની યુવતી સાથે તેમના લગ્ન થવાના છે.લગ્નની નોંધણી માટે તેઓ રજિસ્ટ્રાર કચેરીમાં પહોંચ્યા હતા. દરમિયાન યુવતીના પરિવારજનો લગ્ન નોંધણી રદ કરાવવા માટે યુવતી ઉપર દબાણકરી રહ્યા હોવાનો યુવકે આરોપ કર્યો હતો. યુવક જ્યારે કચેરીમાં પહોંચ્યો ત્યારે તેને પણ ધાકધમકી આપવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.ફરિયાદ મળ્યા બાદ 112ની ટીમ તાત્કાલિક સેવા સદન-1 ખાતે પહોંચી હતી. પોલીસ ટીમે યુવક અને યુવતીને પોતાની સાથે લીધા હતા. બંનેને પોલીસ સુરક્ષા હેઠળ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં વકીલ અકબર સેલોટ અને યુવતીના પરિવારજનો દ્વારા પોલીસની 112 ગાડી રોકવામાં આવી હોવાનો આરોપ છે. ત્યારબાદ યુવતીને ગાડી માંથી બળજબરીથી નીચે ઉતારી અન્ય સ્થળે લઈ જવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં પોલીસની ફરજમાં અડચણ ઉભી કરાઈ હોવાના મુદ્દે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.આ મામલે પોલીસે અકબરભાઈ સેલોત વકીલ, હવાબેન રાવડા, રજાકભાઈ રાવડા, આદમભાઈ રાવડા, હારૂનભાઈ રાવડા, અબ્દુલભાઈ

રાવડા, સબાનાબેન કાબાવલીયા અને ડાડાભાઈ જીંદાસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસની ફરજમાં અડચણ, યુવતીને પોલીસના વાહનમાંથી બળજબરીથી બહાર કાઢી લઈ જવા સહિતના આરોપને આધારે ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande