
Gujarat, 15 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર
મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણીને વધુ સર્જનાત્મક અને યુવા કેન્દ્રિત બનાવવા ‘પોરબંદર તિરંગા રીલ ચેલેન્જ 2026’નું આયોજન કરવામાં આવ્યું છે.મેયર સાગર મોદીએ પોરબંદરના યુવાનો, વિદ્યાર્થીઓ અને યુવા ક્રિએટર્સને મોટી સંખ્યામાં સ્પર્ધામાં જોડાવા અપીલ કરી
છે.સ્પર્ધામાં ‘પોરબંદર ઈન તિરંગા’ થીમ હેઠળ 30થી 60 સેકન્ડની સર્જનાત્મક રીલ તૈયાર કરવાની રહેશે. રીલમાં શહેરની તિરંગામય સજાવટ, ‘હર ઘર તિરંગા’, તિરંગા સાથે સેલ્ફી, તિરંગા લાઇટીંગ, નાગરિકોની ભાગીદારી, પોરબંદરનું ગૌરવ અને સ્વતંત્ર પર્વના દેશભક્તિમય
માહોલને રજૂ કરી શકાશે.સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને
કુલ રૂ.30 હજારના રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
પ્રથમવિજેતાને રૂ.15 હજાર, દ્વિતીયને રૂ.10 હજાર
અને તૃતીયને રૂ.5 હજારનું ઇનામ મળશે.આ ઉપરાંત સ્મૃતિચિહ્ન, પ્રમાણપત્ર અને વિશેષ સન્માન પણ આપવામાં આવશે.સ્પર્ધામાં 13 ઓગસ્ટથી એન્ટ્રી શરૂ થઈ છે અને રીલ સબ મિશનની અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2026ની રાત્રે 11:59
વાગ્યા સુધીછે. સ્પર્ધકોને ગૂગલ ફોર્મ મારફતે
એન્ટ્રી સબમિટ કરવાની રહેશે.સ્પર્ધાના નિયમો, પાત્રતા, માર્ગદર્શિકા અને ફરજિયાત રહશે. તે સહિતની વિગતો મનપાના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર
જાહેર કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya