


પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર
શહેરમાં ‘હર ઘર તિરંગા–2026’ અંતર્ગત એમ.ઈ.એમ. સ્કૂલ દ્વારા યોજાયેલ તિરંગા યાત્રામાં
મેયર સાગર મોદી જોડાયા હતા. પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલ દ્વારા
‘હર ઘર તિરંગા–2026’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ
બને તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વિકસે તે હેતુથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન
કરવામાં આવ્યું હતું. મેયર સાગરભાઈ મોદીની સૂચના તથા મ્યુનિસિપલ કમિશનર ટી.સી.
તીરથાણીના માર્ગદર્શન હેઠળ એમ.ઈ.એમ. સ્કૂલ ખાતે સતત ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ
માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ
પોતાની સર્જનાત્મકતા અને દેશપ્રેમની ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત ‘હર
ઘર તિરંગા–2026’ અભિયાન અંતર્ગત મેયરશ્રી સાગરભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા
યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં એમ.ઈ.એમ. સ્કૂલનો સ્ટાફ
તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લઈને
દેશભક્તિના નારા સાથે ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજનથી
વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, એકતા, રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન તથા દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત
બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya