દાહોદની 13 વર્ષની તરુણીનું પરિવાર સાથે મિલન કરાવતી કેશોદ 181 અભયમ ટીમ
જુનાગઢ,15 ઓગસ્ટ (હિ.સ.) વંથલી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મજુરી કામ કરતા દાહોદના એક પરિવારની 13 વર્ષની દિકરી અભ્યાસમાં ધ્યાન આપવા બાબતે માતા પિતાએ દિકરીને ઠપકો આપ્યો હતો ને દિકરીને મનમાં લાગી આવતા આજ રોજ અભ્યાસ કરવા દિકરી ઘરેથી કહ્યા વગર
દાહોદની 13 વર્ષની તરુણીનું પરિવાર સાથે મિલન કરાવતી કેશોદ 181 અભયમ ટીમ


જુનાગઢ,15 ઓગસ્ટ (હિ.સ.) વંથલી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મજુરી કામ કરતા દાહોદના એક પરિવારની 13 વર્ષની દિકરી અભ્યાસમાં ધ્યાન આપવા બાબતે માતા પિતાએ દિકરીને ઠપકો આપ્યો હતો ને દિકરીને મનમાં લાગી આવતા આજ રોજ અભ્યાસ કરવા દિકરી ઘરેથી કહ્યા વગર નિકળી ગયેલ માતા પિતા એ વાતથી અજાણ હતા માતા પિતાને એમ કે દિકરી ઘરેથી અભ્યાસ કરવા નિશાળે ગયેલી છે પરંતુ તરુણી દાહોદમાં રહેતા તેમના દાદા દાદી સાથે રહેવા માટે વંથલી બસ સ્ટેન્ડ પહોંચી અને દાહોદ જતી બસની રાહ જોઈ રહી હતી કલાકો સુધી આ તરુણી ત્યાં બેઠેલી પર ડેપો મેનેજરના નજરમાં આવતા મેનેજર પુછપરછ કરી તો તરુણી પાસેથી યોગ્ય જવાબ ન મળતા મેનેજરને તરુણી પર શંકા થતાં મેનેજરે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર ફોન કરી મદદ માંગી

કેશોદ 181 ટીમને કોલ મળતાની સાથે તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને તરુણીને આશ્વાસન આપી સમસ્યા જાણતા તરુણી જણાવ્યું હતું કે તરુણીનો પરિવાર દાહોદ જિલ્લાના વતની છે અને ઘણા સમયથી વંથલી તાલુકાનાં એક ગામમાં મજૂરી કામ કરતા હોય અને તરુણી અભ્યાસ કરતી હતી અભ્યાસ બાબતે માતા પિતાએ દિકરીને ઠપકો આપતાં તરુણી ઘર છોડીને ભાગી નિકળી હતી અને દાહોદ જિલ્લામાં રહેતા પોતાના દાદા દાદી પાસે જવાની જીદ કરતી હતી પરંતુ તરુણીની સુરક્ષા અને સલામતી ધ્યાને લઈ 181 કાઉન્સેલર ડાયબેન અને કોન્સ્ટેબલ ધર્મિષ્ઠા ડાંગર દ્વારા તરુણીને આશ્વાસન સાથે યોગ્ય માર્ગદર્શન આપીને સમજાવી હતી

તેથી તરુણી ઘરે જવા સહમત થઈ હતી પરંતુ માતા પિતા સાથે કોન્ટેક્ટ ન થતાં ગામના સરપંચ દ્વારા માતાપિતા સાથે કોન્ટેક્ટ કરીને પરિવાર સુધી પહોંચી માતા પિતાનું કાઉન્સેલિગ કરી કાયદાકીય માહિતી આપી તરુણી પર અભ્યાસ બાબતે કે કોઈ અન્ય બાબતોમાં વધારે પ્રમાણમાં પ્રેશર ના આપવું શાંતિ પુર્વક સમજાવી અને તરુણીને પણ તેની ભુલ સ્વિકારી અને ભવિષ્યમાં અભ્યાસ બાબતે ધ્યાન દોરીને માતા પિતાના ઠપકો યોગ્ય સમજીને ક્યારેય ઘર છોડીને ભાગી નહી.

કેશોદ 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન દ્વારા તરુણીને સહિસલામત માતા પિતા સાથે મિલન થતાં માતા પિતાએ 181 કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande