
જુનાગઢ 15 ઓગસ્ટ (હિ.સ.)
માળીયા હાટીના ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમાં ઉર્જા અને કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું બહુમાન કરાયું સાથે સાથે દિવ્યાંગોને પણ સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુ થી વિસાવદર તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થી રાજદીપ હર્ષભાઈ બાલદાણીયાનું સન્માન કરવામાં આવ્યું.
વિસાવદર તાલુકા વેકરીયા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થી રાજદીપ બાલદાણીયા બિહાર (પટણા) ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા 21મી નેશનલ એથલેટિક ચેમ્પિયનશિપ(autism & cerebral palsy) માં ભાગ લીધો હતો તેમાં 100 મીટર દોડ તથા લાંબીકુદ બંને ઇવેન્ટમાં ભાગલઈ પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર જુનાગઢ તથા ગુજરાતના દિવ્યાંગજગતનુ ગૌરવ વધારેલ છે.
રાજદીપ ને નેશનલ લેવલે સ્પર્ધાઓમાં ગુજરાતની બહાર જવા માટે પ્રોત્સાહિત કરવા અને તાલીમ આપવા જિલ્લા આઈઈ.ડી. કોર્ડીનેટર ગોપાલભાઈ પંડ્યાના માર્ગદર્શન નીચે કોમલબેન ભટ્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી જેને કારણે દિવ્યાંગ બાળક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો અને ₹4,00,000 જેવી માતબર રકમ ઇનામ સ્વરૂપે પ્રાપ્ત કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ