
અમદાવાદ,15 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યમાં હાલમાં છ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના 9 જિલ્લામાં અને આજે 15 ઓગસ્ટે 4 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 494.5 મિમી (19.44 ઈંચ) વરસાદની થવો જોઈએ, જેની સામે 501.6 મિમી (19.72 ઈંચ) વરસાદ નોંધાયો છે, જે 1 ટકા વધુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોર અને ખેડાના કઠલાલમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે ડાંગના વઘઇમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. તો અન્ય 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 494.5 મિમી (19.44 ઈંચ) વરસાદ થવો જોઈએ, જેની સામે 501.6 મિમી (19.72 ઈંચ) વરસાદ નોંધાયો છે, જે 1 ટકા વધુ છે.
આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 34 તાલુકામાં 1 મિમીથી લઈને 11 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે. વલસાડ, સુરત, દાહોદ અને ડાંગના છુટાછવાયા વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. આજે (15 ઓગસ્ટ) દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં 6 હવામાન સિસ્ટમ સક્રિય છે, જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ અન્ય એક ટ્રફ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે (15 ઓગસ્ટ) દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા-નગર હવેલી સહિત ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે.
આ ઉપરાંત 16 અને 17 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ