લગ્નનું વચન આપી યુવતીને, સુરત લાવનાર પ્રેમી ફરાર, 181 અભયમે અપાવ્યો સુરક્ષિત આશરો
સુરત, 16 ઓગસ્ટ (હિ.સ.): સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં બિહારની 25 વર્ષીય યુવતી પ્રેમ સંબંધમાં છેતરાયા બાદ, નિરાધાર હાલતમાં મળી આવી હતી. સ્થાનિક નાગરિકે યુવતીને ગભરાયેલી સ્થિતિમાં લાંબા સમય સુધી એકલી બેઠેલી જોઈ 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. કોલ મળત
Surat


સુરત, 16 ઓગસ્ટ (હિ.સ.): સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં બિહારની 25 વર્ષીય યુવતી પ્રેમ સંબંધમાં છેતરાયા બાદ, નિરાધાર હાલતમાં મળી આવી હતી. સ્થાનિક નાગરિકે યુવતીને ગભરાયેલી સ્થિતિમાં લાંબા સમય સુધી એકલી બેઠેલી જોઈ 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. કોલ મળતા અભયમ ટીમ સ્થળ પર પહોંચી અને યુવતીને મદદ કરી હતી.

કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું કે, રાજસ્થાનમાં પ્રવાસ દરમિયાન તેની ઓળખ સુરતની હીરા કંપનીમાં કામ કરતા યુવક સાથે થઈ હતી. લગ્ન કરવાની ખાતરી આપ્યા બાદ તે સુરત આવી હતી અને બંને છેલ્લા છ મહિનાથી સાથે રહેતા હતા. થોડા દિવસ પહેલાં યુવકે દાદીના અવસાનનું કારણ બતાવી યુવતીને વતન મોકલી હતી, પરંતુ પરત ફરતાં યુવક રૂમ ખાલી કરીને ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું.

યુવતી પોતાના પરિવાર પાસે પરત જવા તૈયાર ન હોવાથી 181 અભયમ ટીમે તેને કાયદાકીય માર્ગદર્શન આપ્યું અને સુરક્ષિત રહેવાની વ્યવસ્થા કરી. ત્યારબાદ યુવતીને સુરતના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો, જ્યાં તેને જરૂરી સહાય અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande