
જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં એરફોર્સ રોડ પર રહેતાં 22 વર્ષિય યુવાનનું ચક્કર આવ્યા બાદ મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે પોલીસે મોત અંગેની નોંધ કરી યુવાનના મોત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત અનુસાર જામનગર શહેરમાં એરફોર્સ રોડ, બાલાજી પાર્ક-2 માં રહેતાં ઉર્જન રસીકભાઇ રાઠોડ નામના યુવાનને ગત્ તા.12-8-2026 ના રોજ સારના નવેક વાગ્યાના સમયગાળા દરમિયાન પેટમાં બળતરા થતાં તેમજ ચક્કર આવતા સારવાર માટે તાત્કાલિક જી.જી.હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને તપાસી મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું. યુવાનના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ બનાવ અંગે રવિ રસિકભાઇ રાઠોડે પોલીસન જાણ કરતાં સિટી સી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.એ.પરમાર સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે યુવાના મૃત્તદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી કરાવી યુવાનનું ક્યા કારણોસર મોત નિપજ્યું છે, તે જાણવા આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt