ખાગેશ્રી ગામે જુગાર રમી રહેલ 6 શખ્સો ઝડપાયા.
પોરબંદર, 16 ઓગસ્ટ (હિ.સ.)કુતિયાણાના ખાગેશ્રી ગામની પટેલશેરીમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે કુતિયાણા પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે સ્થળ પરથી છ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસના જણાવ્યા મુજબ અશોક ભોવનભાઈ જસાણી પોતાના અ
ખાગેશ્રી ગામે જુગાર રમી રહેલ 6 શખ્સો ઝડપાયા.


પોરબંદર, 16 ઓગસ્ટ (હિ.સ.)કુતિયાણાના ખાગેશ્રી ગામની પટેલશેરીમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે કુતિયાણા પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે સ્થળ પરથી છ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસના જણાવ્યા મુજબ અશોક ભોવનભાઈ જસાણી પોતાના અંગત ફાયદા માટે અન્ય શખ્સોને બહારથી બોલાવી પોતાના રહેણાંક મકાનમાં “રોન પોલીસ' નામનો તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડતો હતો અને નાલ ઉઘરાવતો હતો.પોલીસે અશોક ભોવનભાઈ જસાણી રહે.ખાગેશ્રી, પરેશ ઉર્ફે બાવ પ્રવિણભાઈ કાસુન્દ્રા રહે.ખાગેશ્રી, હાજી કાસમભાઈ જુણેજા રહે.રાણાકંડોરણા, અતુલ શામળદાસ હરીયાણી રહે.ભીડોરા ગામ તા.માણાવદર જી.જુનાગઢ, સાજણ જેતશીભાઈ બંધીયા રહે.માંડવા ગામ તા.કુતિયાણા અને રાજા કારાભાઈ રાવલીયા રહે. રાણાકંડોરણા ગામને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ગંજીપત્તાના પાના તથા રોકડા રૂ.36,780 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande