રાખી મેળો’ બન્યો મહિલા કારીગરોના કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું મંચ.
પોરબંદર, 16 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા પોરબંદરના રેલવે સ્ટેશન રોડ સ્થિત તન્ના હોલ ખાતે તા. 14/08/2026 થી તા. 23/08/2026 દરમિયાન મહિલા કારીગરો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓન
રાખી મેળો’ બન્યો મહિલા કારીગરોના કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું મંચ.


રાખી મેળો’ બન્યો મહિલા કારીગરોના કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું મંચ.


પોરબંદર, 16 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા પોરબંદરના રેલવે સ્ટેશન રોડ સ્થિત તન્ના હોલ ખાતે તા. 14/08/2026 થી તા. 23/08/2026 દરમિયાન મહિલા કારીગરો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણ-સહ-પ્રદર્શન ‘રાખી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં સ્થાનિક મહિલા સખી મંડળો અને આર્ટિઝન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ સહિત વિવિધ હસ્તકલા તથા ગૃહઉદ્યોગની વસ્તુઓ વેચાણ માટે ઉપલબ્ધ છે.

આ આયોજન અંગે મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ જણાવ્યું હતું કે, સ્થાનિક મહિલા કારીગરો દ્વારા મહેનત અને કૌશલ્યથી તૈયાર કરવામાં આવતી વસ્તુઓને યોગ્ય બજાર અને વેચાણનું પ્લેટફોર્મ મળી રહે તેમજ મહિલાઓને સ્વરોજગાર અને આર્થિક રીતે સશક્ત બનાવવાના હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને મેળાની મુલાકાત લઈ મહિલા કારીગરો દ્વારા ઉત્પાદિત સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા અનુરોધ કર્યો હતો.

મેળામાં ભાગ લેનાર રાણાવાવના કારીગર હર્ષાબેન ત્રાંબડિયાએ જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ તથા સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સુંદર આયોજનના કારણે સખી મંડળની બહેનો અને આર્ટિઝન્સને પોતાના હાથે બનાવેલી રાખડીઓ સહિતની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવાનો સારો અવસર મળ્યો છે. તેમણે મેળાના આયોજન તેમજ તેના બહોળા પ્રચાર-પ્રસારની સરાહના કરી હતી અને પોરબંદરની જનતાને મહિલા કારીગરોને પ્રોત્સાહન આપી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સહકાર આપવા અપીલ કરી હતી.

મેળાની મુલાકાતે ખરીદી કરવા આવેલા વર્ષાબેન રાજાણીએ જણાવ્યું હતું કે, મહિલા સખી મંડળોની બહેનો સ્વરોજગાર મેળવી પોતાના પરિવારને આર્થિક રીતે સહયોગ આપવા માટે સતત મહેનત કરી રહી છે. મેળામાં ઉપલબ્ધ રાખડી, મંગળસૂત્ર, ડ્રેસ, પર્સ, નવરાત્રી તથા વિવિધ પ્રસંગોને અનુરૂપ આઇટમોની ગુણવત્તા અને વૈવિધ્ય પ્રશંસનીય છે. તેમણે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આવા પ્રયાસોને આવકાર્યા હતા અને જિલ્લાવાસીઓને તન્ના હોલ ખાતે યોજાયેલા રાખી મેળાની મુલાકાત લઈ સ્થાનિક મહિલા કારીગરોની બનાવટની વસ્તુઓની ખરીદી કરવા આહવાન કર્યું હતું.

‘રાખી મેળો’ મહિલાઓની સર્જનાત્મકતા, કૌશલ્ય અને મહેનતને બજાર સાથે જોડવાનું માધ્યમ બની રહ્યો છે. મેળામાં સ્થાનિક મહિલા કારીગરોને સીધો ગ્રાહકો સાથે સંપર્ક અને પોતાની બનાવટની વસ્તુઓના વેચાણની તક મળતાં તેમના આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ, સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળવાથી મહિલા સશક્તિકરણ સાથે આત્મનિર્ભરતાની ભાવનાને પણ વેગ મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande