કમલીવાડાથી પાટણ નવી બસ સેવા શરૂ કરવા પાટણ બસ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી.
પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)પાટણ તાલુકા પંચાયતની કમલીવાડા સીટના ડેલીગેટ ફુલેશ દેસાઈ દ્વારા પાટણ બસ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી કમલીવાડાથી પાટણ સુધી નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. કમલીવાડા તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજન
કમલીવાડાથી પાટણ નવી બસ સેવા શરૂ કરવા પાટણ બસ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી.


પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)પાટણ તાલુકા પંચાયતની કમલીવાડા સીટના ડેલીગેટ ફુલેશ દેસાઈ દ્વારા પાટણ બસ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી કમલીવાડાથી પાટણ સુધી નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. કમલીવાડા તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ રોજિંદા કામકાજ તેમજ શિક્ષણ માટે પાટણ શહેરમાં અવરજવર કરે છે.

હાલમાં પાછળના ગામોમાંથી આવતી એસ.ટી. બસોમાં પહેલેથી જ ભારે ભીડ રહેતી હોવાથી કમલીવાડાના વિદ્યાર્થીઓ અને મુસાફરોને બસમાં ચઢવામાં મુશ્કેલી પડે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ બસમાં જગ્યા ન મળવાના કારણે સમયસર શાળા-કોલેજ પહોંચી શકતા નથી, જેના કારણે તેમના અભ્યાસને પણ અસર થઈ રહી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના હિતમાં સવારે 10થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન કમલીવાડાથી પાટણ માટે નવી બસ સેવા તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી ડેલીગેટ ફુલેશ દેસાઈ દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande