
ભાવનગર, 16 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા હળવા મોટરવાહન માટેની નવી સીરીઝના પસંદગીના નંબરો માટે ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ફોર વ્હીલર પ્રાઇવેટ LMV કાર માટે GJ-04-FF 0001 થી 9999 તથા થ્રી વ્હીલર પેસેન્જર અને ગુડ્સ વાહનો માટે GJ-04-AV 0001 થી 9999 સુધીના નંબરોનો સમાવેશ થાય છે.
ઈ-ઓક્શન માટે તા. 20 ઓગસ્ટથી 22 ઓગસ્ટ, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. જ્યારે બિડિંગ પ્રક્રિયા તા. 22 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 4 વાગ્યા સુધી ચાલશે.
ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે અરજદારે વાહન પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર નોંધણી કરી યુઝર આઈડી અને પાસવર્ડ તૈયાર કરવાનો રહેશે. ત્યારબાદ હરાજીની પ્રક્રિયામાં ભાગ લઈ જરૂરી ચુકવણી કરવાની રહેશે. ઈ-ઓક્શનની વિગતવાર પ્રક્રિયા અને માર્ગદર્શિકા વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન CNA ફોર્મ ભરવાનું રહેશે. હરાજીમાં સફળ થયેલા અરજદારે પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં બાકી રકમ જમા કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ચુકવણી કરવામાં નિષ્ફળતા થાય તો ભરવામાં આવેલી બેઝ પ્રાઈસની રકમ જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરી હરાજી કરવામાં આવશે.
હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને તેમની ભરેલી રકમ જે માધ્યમથી ચુકવવામાં આવી હશે તે જ માધ્યમથી પરત કરવામાં આવશે. ઈ-ઓક્શન અંગેની વિગતવાર શરતો અને પ્રક્રિયા Appendix-Aમાં ઉપલબ્ધ છે. આ અંગેની આખરી સત્તા ભાવનગરના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીનીરહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA