નેત્રંગના હાથકુંડી ગામે ખાડીનો પુલ ધોવાઈ જતા સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી
- ટોકરી નદી પાર કરવા સ્થાનિકોને માત્ર બે ઇલેક્ટ્રિકના થાંભલાનો સહારો લેવો પડી રહ્યો છે ભરૂચ, 16 ઓગસ્ટ (હિ.સ.) : ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકના અમુક અંતરિયાળ વિસ્તારમાં વિકાસ હજુ ન પહોંચ્યો હોવાની બૂમો વચ્ચે હાથકુંડી ગામે ટોકરી નદીનો પુલ ધોવાઈ ગયા બા
નેત્રંગના હાથકુંડી ગામે ખાડીનો પુલ ધોવાઈ જતા સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી

નેત્રંગના હાથકુંડી ગામે ખાડીનો પુલ ધોવાઈ જતા સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી

નેત્રંગના હાથકુંડી ગામે ખાડીનો પુલ ધોવાઈ જતા સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી

નેત્રંગના હાથકુંડી ગામે ખાડીનો પુલ ધોવાઈ જતા સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી

નેત્રંગના હાથકુંડી ગામે ખાડીનો પુલ ધોવાઈ જતા સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી

- ટોકરી નદી પાર કરવા સ્થાનિકોને માત્ર બે ઇલેક્ટ્રિકના થાંભલાનો સહારો લેવો પડી રહ્યો છે

ભરૂચ, 16 ઓગસ્ટ (હિ.સ.) : ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકના અમુક અંતરિયાળ વિસ્તારમાં વિકાસ હજુ ન પહોંચ્યો હોવાની બૂમો વચ્ચે હાથકુંડી ગામે ટોકરી નદીનો પુલ ધોવાઈ ગયા બાદ લોકોને સિમેન્ટના થાંભલા ઉપરથી પસાર થવાની નોબત આવી હોવાના દ્રશ્યો વચ્ચે સ્થાનિક ગ્રામજનોને જોખમી રીતે પસાર થવું પડતું હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા નદી ઉપર પુલ બનાવવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકના અંતરીયાર ગામ હાથકુંડી ગામે ટોકરી નદી આવેલી છે અને આ નદી ઉપર નવો પુલ બનાવવા માટેનું મુહૂર્ત નીકળતું ન હોવાના કારણે જ્યારથી નદી ઉપરનો પુલ ધોવાઈ ગયો છે ત્યારથી 500 થી વધુ ગ્રામજનો જીવના જોખમે નદી ઉપર સિમેન્ટનો થાંભલો મૂકી ઘાસચારો અને સાયકલ સાથે પસાર થઈ રહ્યા હોય તેમજ શાળાએ જતા બાળકો હોય ,જીવન જરૂરિયાતની વસ્તુ લાવવા કે કોઈ મૃતકની અંતિમક્રિયા કરવા જવાનું હોય તેવા સમયે જો પગ ચૂકી જાય તો સીધો ઊંડી નદીમાં ખાબકી જવાના કારણે જીવનું જોખમ પણ ઊભું થઈ શકે તેવી શક્યતાઓ સ્પષ્ટ વર્તાઈ રહી છે .

નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામે જોખમી રીતે ગ્રામજનો સિમેન્ટના થાંભલા ઉપરથી પસાર થઈ રહ્યા છે પરંતુ આખરે નવો પુલ ક્યારે બનશે તેની માંગ કરી રહ્યા છે.શું ચૂંટાયેલા નેતાઓ કે સ્થાનિક નેતાગીરીની કોઈપણ પ્રકારની રજૂઆત સરકારમાં ચાલતી નથી તેવા અનેક આક્ષેપો વચ્ચે નેત્રંગ પંથકમાં 500 થી વધુ ગ્રામજનો અને સ્કૂલના બાળકો સિમેન્ટના થાંભલા ઉપરથી જોખમી રીતે નદી પસાર કરી રહ્યા હોવાના વારંવાર દ્રશ્યો વાયરલ પણ થઈ રહ્યા છે .

હાથકુંડીનો પુલ ધોવાઈ ગયા બાદ મંદિર નજીક અવરજવર માટેનું ડાયવર્ઝન અપાયું છે પરંતુ તે લાંબો ફેરાવો હોવાના કારણે ખેડૂતો ખેત મજૂરો અને શાળાના બાળકો ખાડી ઉપર સિમેન્ટના થાંભલા ઉપરથી પસાર થઈ રહ્યા છે સવાલ એ છે કે છેલ્લા ઘણા સમયથી જુનો પુલ ધોવાઈ ગયો હોય પરંતુ હવે નવો પુલ બનાવવાનું મુહૂર્ત ક્યારે નીકળશે કે પછી ખાડીમાં તણાઈ જવાના કારણે કોઈના મોતની દુર્ઘટના બન્યા બાદ તંત્ર જાગશે તેવા સવાલ ઊભા થયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande