પાટણમાં ‘Foton Education Tech Expo’ને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ
પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.) પાટણમાં કચ્છવા સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 15 ઓગસ્ટના રોજ પ્રથમવાર ‘Foton Education Tech Expo’નું આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક ટેકનોલોજીનો પ્રત્યક્ષ અનુભવ કરાવતા આ એક્સ્પોમાં 4,000થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી. V
પાટણમાં ‘Foton Education Tech Expo’ને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ


પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)

પાટણમાં કચ્છવા સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 15 ઓગસ્ટના રોજ પ્રથમવાર ‘Foton Education Tech Expo’નું આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક ટેકનોલોજીનો પ્રત્યક્ષ અનુભવ કરાવતા આ એક્સ્પોમાં 4,000થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી. VR, AR અને XR ટેકનોલોજીએ મુલાકાતીઓનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

એક્સ્પોમાં શિક્ષણ ક્ષેત્રે VR સાયન્સ લેબ, 360° લર્નિંગ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ રજૂ કરાયા હતા. હેલ્થકેર ક્ષેત્રે 3D હ્યુમન એનાટોમી દ્વારા માનવ શરીરની જટિલ રચનાઓ સમજાવવામાં આવી હતી. જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રે XR તાલીમ અને ડિજિટલ ટ્વિનના લાઇવ સિમ્યુલેશન દર્શાવવામાં આવ્યા હતા. બાળકો માટે કોડિંગ અને રોબોટિક્સની પ્રવૃત્તિઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

કચ્છવા સોલ્યુશન્સના રિજનલ મેનેજર કિંજલ આર. પ્રજાપતિએ જણાવ્યું હતું કે ટેકનોલોજીને માત્ર જોવા કરતાં તેનો પ્રત્યક્ષ અનુભવ તેની સંભાવનાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. છેલ્લા આઠ વર્ષમાં કંપનીએ વૈશ્વિક સ્તરે 1,200થી વધુ VR લેબ સ્થાપી 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ સાથે જોડ્યા છે. પાટણના એક્સ્પોએ ટેકનોલોજી અને ઇનોવેશન પ્રત્યે લોકોની વધતી રુચિ દર્શાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande