
ગીર સોમનાથ, 16 ઓગસ્ટ (હિ.સ.) : તાલાલા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા સુત્રાપાડા તાલુકાના આણંદપરા ગામે થી રામપરા ટુ ભેટાળી રૂ. નવ કરોડ ત્રીસ લાખ પુરા તથા આણંદપરાથી ટોબરા રૂ. એક કરોડ એંસી લાખ પુરા તથા ટોબરા થી ખંઢેરી રૂ. એક કરોડ પચાસ લાખ પુરા માર્ગના કર્મ કામ માટે મંજુર કરાવેલ. તેથી આજુબાજુ વિસ્તારોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
આ કાર્યના ખાતમુહૂર્તમાં ધારાસભ્ય ભગવાન બારડ, શિક્ષણ સમિતિના ચેરમેન મસરી ભાઈ રાઠોડ ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન બાબુ ભાઈ પરમાર જિલ્લાના કિસાન મોરચા ઉપપ્રમુખ બહાદુરસિંહ ગોહિલ તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ સોલંકી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જશુભાઈ સોલંકી પૂર્વ કારોબારી ચેરમેન હમીરભાઇ વાઢિયા રામસિંહ ભાઈ પંપાણીયા નવાગામના સરપંચ પ્રતાપભાઈ બાંભણિયા ગામના પ્રથમ નાગરિક સરપંચ ઘાનાભાઈ બામણીયા માજી સરપંચ માલદેવભાઈ માજી સરપંચ મીણશીભાઈ ભેટારી ના સરપંચ પ્રતિનિધિના ઉપસરપંચ કનુભાઈ સોલંકી આલા ભાઈ ભરતભાઈ પટાટ પંકજ ભાઈ પંપાણીયા બીજલભાઈ યુવા ભાજપ મહામંત્રી ગામના આગેવાનો યુવાનો ભાઈ/ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહેલ વિધિ સંપન્ન કરેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ