
ગીર સોમનાથ, 16 ઓગસ્ટ (હિ.સ.) : વેરાવળ સમસ્ત ખારવા સમાજની પરંપરાગત રીત-રિવાજ મુજબ દર વર્ષની જેમ શ્રાવણ માસનમા પવિત્ર દિવસે, કામનાથ મહાદેવ મંદિરના હોલ ખાતે સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત અધ્યક્ષો, ચોવતીયા પંચના સભ્યો તથા ડાયરાના પટેલઓ સમક્ષ નવા વર્ષ માટે પટેલ તરીકેની ઉમેદવારી અંગે રજૂઆત કરવામાં આવી હતી.
ગત વર્ષની તેમની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને, હાજર રહેલા પંચ-પટેલો દ્વારા જીતુભાઈ મોહનભાઈ કુહાડાને વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે બિનહરીફ પટેલ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે જીતુભાઈ કુહાડા સતત ૨૨મી વખત પટેલ તરીકે અને ૨ વખત ઉપ પટેલ તરીકે મળીને કુલ ૨૪ વર્ષથી સમસ્ત ખારવા સમાજનું બિનહરીફ નેતૃત્વ કરી રહ્યા છે. વહીવટી કામકાજમાં મદદરૂપ થવા માટે બાબુભાઈ આગીયા અને ગોપાલભાઈ ફોફંડીની ઉપ પટેલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને ખારવા સમાજના અધ્યક્ષ કિશોરકુહાડા, અધ્યક્ષ ખીમજીભાઈ કુહાડા, દેવજીભાઈ ફોફંડી, ચુનીભાઈ ગોહેલ, અરવિંદભાઈ ફોફંડી (પૃથ્વી),દિનેશ કુહાડા, કિશોર ગોહેલ, જીતુ ગોહેલ, ગોપાલભાઈ વરીદુમ, વેરાવળ સમસ્ત ખારવા લોધી સમાજના પટેલ હીરા વધાવી, ચુનીલાલ ચોમલ, ધરમશી તેમજ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલા કોટીયા, ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સમાજની વિવિધ બેઠકો પટેલઓ, માલમડી બેઠક ના પટેલ પદમભાઈ ભુત્તી, ઉક્લાગોધા બેઠક ના પટેલ અર્જુનદોરીયા, દાણા બેઠક ના પટેલ મોહન ભારાવાળા, પાનખાઈબેઠક ના પટેલ પ્રેમજી લોઢારી, ધાનખાય બેઠક ના પટેલ ધનજી દોરીયા, ભાટલી બેઠક ના પટેલ મોહન આગિયા મસાણી બેઠક ના પટેલ દિનેશ નાથાલાલ કોટીયા, ભુરીયા બેઠક ના પટેલ વીનુભાઈ ભુત્તી, ભૈસલા બેઠક ના પટેલ મહેન્દ્રભાઈ ભૈસલા, મુકાદમ બેઠક ના પટેલ મુકેશભાઈ ચોમલ, ડેલા બેઠક ના પટેલ દેવજીભાઈ ફોફંડી, ડાબરીયા બેઠક ના પટેલ કિશોરભાઈ કુહાડા, ખાપંડી બેઠક ના પટેલ હરેશભાઈ ખાપંડી ભીખાહાયત બેઠક ના પટેલ ગિરીશ આંજણી તેમજ ચોવતીયાઓ મા કીશનભાઈ વાંદર, ગણેશભાઈ ગોહેલ, દિનેશભાઈ માલમડી, રાજુભાઈ કુહાડા ધનસુખભાઈ પ્રેમજીભાઈ સુયાણી, જીતુભાઈ ચોરવાડી, વિજારામ વણીક, સુરજ ભાઈ સુયાણી, મનોજભાઈ પ્રેમજીભાઈ લોઢારી, કિશન ભાઈ વણીક, મોહન ભાઈ આંજણી, ત્રિકમભાઈ મોતીવરસ, ભદ્રેશભાઈ ભુટ્ટી, જગદીશભાઈ કુહાડા, રાજુભાઈ ફોફંડી, બાબુભાઈ પાનવાલા, જયેશભાઈ વધાવી, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, દરબાર સમાજના અગ્રણી રમજુભા ચાવડા, માંગરોળ ખારવા સમાજના અગ્રણી મેઘજીભાઈ વંદુર, કાનજીભાઈ, ખારવા સમાજ મહેતાજી નારણભાઈ તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ ચોવતીયા, પંચ, સભ્યો, તથા ડાયરા ના પટેલઓ તેમજ વેરાવળ સમસ્ત ખારવા લોધી સમાજ ના આગેવાનઓ તેમજ બોટ એસોસીએશન આગેવાનઓ, સહિત બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને મિત્ર મંડળોએ હાજરી આપી નવનિયુક્ત પટેલ જીતુ કુહાડાનું ફૂલહાર પહેરાવી ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ