ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી
ગીર સોમનાથ, 16 ઓગસ્ટ (હિ.સ.) : ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના પટાંગણમાં ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કમિટીના સભ્યો તેમજ સ્ટાફના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈને રાષ્ટ્રપ્રેમની ભાવના
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,


ગીર સોમનાથ, 16 ઓગસ્ટ (હિ.સ.) : ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના પટાંગણમાં ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કમિટીના સભ્યો તેમજ સ્ટાફના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી.

કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ના ગાન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ધ્વજવંદન કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય ગાન 'જન ગણ મન' ગાઈને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ચેરમેન એમિરેટસ કિરીટભાઈ ઉનડકટ દ્વારા પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, કમિટીના સભ્યો તેમજ સ્ટાફ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ચેરમેન શહ અતુલભાઈ કાનાબાર, ચેરમેન એમિરેટસ કિરીટભાઈ ઉનડકટ, વાઇસ ચેરમેન કમલેશભાઈ ફોફંડી, ટ્રેઝરર સમીરભાઈ ચંદ્રાણી, રાજેશભાઈ પટેલ, મુકેશભાઈ ચગ, નરેન્દ્રભાઈ ટહેલરામાણી, ભાવેશ મહેતા, મહેશભાઈ શાહ તથા શ્રી ધવલભાઈ સિંધલ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.

આ ઉપરાંત ડો. ખેવનાબેન કારાવડીયા તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વિવિધ વિભાગોના સમર્પિત સ્ટાફ સભ્યોએ તેમજ મગનભાઈ ભચાણીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. સૌએ સાથે મળીને રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમના આ પર્વની ભવ્ય ઉજવણી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande