
ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.)
ગીર સોમનાથ જીલ્લામાં શંકાસ્પદ વ્યક્તિઓ ઉપર જરૂરી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય,કોડીનાર પોલીસ સ્ટેશન, સર્વેલન્સ પો.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન, મળેલ સંયુકત બાતમી હકિકત આધારે કોડીનાર, વેરાવળ બાયપાસ ટી.વી.એસ. કંપનીના શો રૂમ પાસે રોડ ઉપર ત્રણ ઇસમો વિજ લાઇનના સર્વિસ વાયર (કેબલો) સળગાવી કોપર કાઢેલી હાલતના તથા કેબલ સાથેના કુલ પ્લા. બાચકા નંગ-૦૫, વજન કિલો-૨૨ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેના સામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧) ઇ,૧૦૬ મુજબ ઘોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદામાલ:-
વિજ લાઇનના સર્વિસ વાયર (કેબલો) સળગાવી કોપર કાઢેલી હાલતના તથા કેબલ સાથેના કુલ પ્લા. બાચકા નંગ-૦૫, વજન કિલો-૨૨
કી.રૂા.૧૯,૮૦૦/-
પકડાયેલ ઇસમો:-
(૧) અરવિંદભાઇ નરશીભાઇ પરમાર,
(૨) મનાભાઇ ભીખાભાઇ પરમાર, (૩) મુકેશભાઇ મીઠાભાઇ સોલંકી,
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ