GUJCOST તથા GUVNLના સહયોગથી, નવાગામ પ્રાથમિક શાળા તથા નવાપરા પ્લોટ પ્રાથમિક શાળામાં ઉર્જા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ ઉર્જા રેલી, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, પીપીટી પ્રેઝન્ટેશન, ઉર્જા ક્વિઝ સહિત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. ગીર સોમનાથ: GUJCOST તથા GUVNLના સહયોગથી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા, નવાગામ
GUJCOST તથા GUVNLના સહયોગથી  નવાગામ પ્રાથમિક શાળા તથા  નવાપરા પ્લોટ પ્રાથમિક શાળામાં


ગીર સોમનાથ 16 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ ઉર્જા રેલી, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, પીપીટી પ્રેઝન્ટેશન, ઉર્જા ક્વિઝ સહિત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ.

ગીર સોમનાથ: GUJCOST તથા GUVNLના સહયોગથી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા, નવાગામ પ્રાથમિક શાળા તથા નવાપરા પ્લોટ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં ઉર્જા બચત અને ઉર્જાના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી ઉર્જા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ, વિદ્યાર્થીઓમાં ઉર્જાના મહત્વ, ઉર્જા બચત તથા ઉર્જાના કાર્યક્ષમ ઉપયોગ અંગે જાગૃતિ કેળવવાનો હતો. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક, સર્જનાત્મક અને રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉર્જા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.

રેલી દ્વારા ઉર્જા બચત અને સંરક્ષણ અંગે, જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે ઉર્જા ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, પીપીટી પ્રેઝન્ટેશન અને ઉર્જા ક્વિઝ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને રમતગમત અને મનોરંજન સાથે ઉર્જા સંરક્ષણ અંગે સમજ મળે તે હેતુથી ઉર્જા સાપસીડી જેવી રસપ્રદ પ્રવૃત્તિ પણ યોજવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉર્જાના વિવિધ સ્ત્રોતો, ઉર્જાનો યોગ્ય ઉપયોગ, ઉર્જા બચત તથા પર્યાવરણ સંરક્ષણ અંગે સરળ અને વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી અને હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ તમામ પ્રવૃત્તિઓનું માર્ગદર્શન અને સંચાલન ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથના સાયન્સ કોમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં તાલુકો સુત્રાપાડાની શ્રી નવાગામ પ્રાથમિક શાળાના આચાર્ય તથા નવાપરા પ્લોટ પ્રાથમિક શાળા આચાર્ય દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉર્જા બચત અને ઉર્જા સંરક્ષણ અંગેની ઉર્જા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉર્જાનો બિનજરૂરી બગાડ નહીં કરવા, ઉર્જાનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને અન્ય લોકોને પણ ઉર્જા બચત અંગે જાગૃત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન અને વિવિધ પ્રવૃત્તિઓમાં સહયોગ આપવા બદલ શ્રી નવાગામ પ્રાથમિક શાળા પરિવાર,તથા નવાપરા પ્લોટ પ્રાથમિક શાળા પરિવાર શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ઉર્જા બચત, પર્યાવરણ સંરક્ષણ અને જવાબદાર નાગરિકત્વ અંગે જાગૃતિ કેળવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande