

પોરબંદર, 16 ઓગસ્ટ (હિ.સ.)હાલ ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગો ના ફેલાય તે માટે પોરબંદર આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.પોરબંદર જીલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી.મહેતા તેમજ જીલ્લા મેલેરિયા અધિકારી ડો. એન.એન.બામણીયાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લામાં સરકારની ગાઇડલાઇન મુજબ એ.પી.આઇ. 1 થી વધું હોય તેવા ગામોમાં ઇન્ડોર રેસીડયુઅલ સ્પ્રે (આઇ.આર.એસ) નો બીજા રાઉન્ડની કામગીરી કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા બે ટીમો સક્રિય કરીને પી.એચ.સી. બિલેશ્વરના આદિતપરા, પી.એચ.સી. મોઢવાડાના સીમાણી અને પી.એચ.સી. ભડના એરડા ગામમાં ઇન્ડોર રેસીડયુઅલ સ્પ્રે તેમજ પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી છે. આ કામગીરી થકી મચ્છરજન્ય રોગો જેવા કે ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનાં કેસો થતા અટકાવી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya