જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી નવજાતનો મૃતદેહ મળવા મામલે ગુનો નોંધાયો
જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની જી.જી. હોસ્પિટલમાં હૃદયદ્રાવક ઘટના સમાન ત્યજી દીધેલી હાલતમાં એક મૃત નવજાત મળી આવ્યું હતું. જે મામલે સ્ટાફ દ્વારા પોલીસમાં જાણ કરાયા બાદ તરત જ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી
જી.જી.હોસ્પિટલ


જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરની જી.જી. હોસ્પિટલમાં હૃદયદ્રાવક ઘટના સમાન ત્યજી દીધેલી હાલતમાં એક મૃત નવજાત મળી આવ્યું હતું. જે મામલે સ્ટાફ દ્વારા પોલીસમાં જાણ કરાયા બાદ તરત જ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તા.14 ઓગષ્ટના રોજ જી.જી.હોસ્પિટલના ગાયનેક વિભાગના પીએન 3 માં પીપીટીએલ/એફબીની બંધ સીડી નજીક નવજાત મળી આવ્યું હતું. ગાયનેક વિભાગના સ્ટાફની નજર બાળક પર પડતાં તાત્કાલિક 112 ને જાણ કરવામાં આવી હતી.

તાત્કાલીક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘટનાસ્થળે પંચનામું કરી બાળકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બાળકને ત્યજી જનાર વ્યક્તિ કે પરિવાર અંગે તપાસ શરૂ કરી હતી. ડો.તારીક યાસીનભાઇ બ્લોચ (હાલ-ઇન્ચાર્જ-નિવાસી તબીબી અધીકારી જી.જી.સરકારી હોસ્પીટલ જામનગર રહે.પંચવટી ગૌ-શાળા પાસે જામનગર) ની ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી પોલીસ દ્વારા હોસ્પિટલ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande