જામનગર એસ.ટી.વિભાગ દ્વારા એપ્રેન્ટિસ ભરતીનું આયોજન : 14મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે
જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગની એપ્રેન્ટિસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સ જામનગર અને જામનગર, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ધ્રોલ ડેપો ખાતે એપ્રેન્ટિ
ભરતી મેળો


જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગની એપ્રેન્ટિસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સ જામનગર અને જામનગર, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ધ્રોલ ડેપો ખાતે એપ્રેન્ટિસ એક્ટ-1961 હેઠળ ઓગસ્ટ-ઓક્ટોબર 2026 ના સત્ર માટે વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસ ભરતી હાથ ધરવામાં આવી છે.

આ ભરતી અંતર્ગત એપ્રેન્ટિસ ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક (ધોરણ-10 પાસ) તેમજ કોપા (ધોરણ-12 પાસ) હેઠળના આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

ઇચ્છુક ઉમેદવારોએ apprenticeshipindia.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી (આધારકાર્ડ ફરજિયાત વેરિફાઇડ કરવું, એસબીઆઇ બેંક એકાઉન્ટ ઉમેરવું) 100% પ્રોફાઇલ પૂર્ણ કરવાની રહેશે.

તેમજ તેની હાર્ડ કોપી મેળવી ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, એલ.સી., આધારકાર્ડ, જાતિના દાખલા સહિતના જરૂરી દસ્તાવેજોની નકલો સાથે તા.14/09/2026 સુધી અરજીપત્રક મેળવી લેવાનું રહેશે.

ભરેલ અરજીપત્રક તમામ અસલ માર્કશીટ અને પ્રમાણપત્રો સાથે તા. 16/09/2026 સુધીમાં રૂબરૂમાં ચકાસણી કરાવી અરજીપત્રકો જમા કરાવવામાં રહેશે.

આ અંગે વધુ માહિતી માટે ઉમેદવારો મહેકમ શાખા, વિભાગીય નિયામકની કચેરી, જામનગર વિભાગ, કાલાવડ નાકા બહાર, જામનગરનો રૂબરૂ સંપર્ક કરી શકશે. તેમ વિભાગીય નિયામક, એસ.ટી.જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande