
જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર તાલુકાના કનસુમરા ગામના બહુચર્ચીત રૂપિયા સોળ કરોડની રકમના કૌભાંડના કેસમાં પોલીસે લગાડેલ ખોટી ક્લમ દુર કરવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.
જામનગર જિલ્લાના કનસુમરા ગામમાં કરોડો રૂપિયાનું બહુચર્ચીત ટ્રસ્ટના કૌભાંડ પોલીસને ધ્યાનમાં આવેલ હતું અને આ કૌભાંડને પોલીસ દ્વારા ગંભીર બનાવવાની ઉતાવળમાં આ કૌભાંડમાં જે - જે આરોપીઓ સંડોવાયેલ હતા તેના વિરૂદ્ધ જે કલમ હેઠળ ગુન્હો બનતો જ ન હોય તે ઈ.પી.કો. કલમ: 413 લગાડી દઇને તે મુજબનું આરોપીઓ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ ક2વામાં આવેલ હતું અને આ કેસ કોર્ટમાં ચાલવા પર આવેલ હતો
પરંતુ આ કેસ ચાલુ થાય તે પહેલા જ આ કૌભાંડના મુખ્ય ગણાતા આરોપી આમદભાઇ ઉર્ફે મામદભાઈ ખીરા કે જેઓ સમાજમાં પટેલ છે તેઓના તરફે રોકાયેલ વકીલ કિરણભાઈ બગડાએ કોર્ટમાં એવો વાંધો લીધેલ કે, આરોપી વિરૂદ્ધ તહોમતનામું ફરમાવતા પહેલા સરકાર પક્ષે સંતોષકારક રીતે કોર્ટને બતાવવું પડે કે કયા પુરાવાથી તેઓ આરોપી વિરૂદ્ધનો કેસ સાબિત કરવા માંગે છે,.
હાલના કેસમાં તો પોલીસે આરોપી વિરૂદ્ધનો કેસ સેશન્સ ટ્રાયેબલ બની જાય તેટલા જ હેતુથી ઈ.પી.કો. કલમ: 413 લગાડેલ છે. ઈ.પી.કો. કલમ: 413 જો કોઈ વ્યક્તિ રીઢો ગુન્હેગાર હોય તો જ લાગુ પડે અને ઈ.પી.કો. કલમ: 411 ના ગુન્હામાં અગાઉ કસુરવાન ઠરેલ હોય અથવા તો અગાઉના આવા કોઈ કેસ ચાલતા હોય તો જ લાગુ પડે તેમ સંબંધેના ગુજરાત હાઈકોર્ટ તથા દિલ્હી હાઇકોર્ટના ચુકાદા રજુ કરેલ.
જે ધ્યાને લઈ અત્રેની સેશન્સ અદાલતે આ કેસમાં પોલીસ દ્વારા લગાડવામાં આવેલ ઈ.પી.કો. કલમ: 413 રદ્દ કરીને આ બહુચર્ચીત ટ્રસ્ટના કૌભાંડ કેસને નીચેની કોર્ટ સમક્ષ પરત મોકલી આપેલ છે. ઉપરોકત કેસમાં આરોપી તરફે વકીલ કિરણકુમાર બી. બગડા, પાર્થ કિરણભાઈ બગડા તથા જયન ડી. ગણાત્રા રોકાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt