
મહેસાણા, 16 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લા ભાજપની મહત્વની સંકલન સમિતિની બેઠક આજે તા. 16 ઓગસ્ટ 2026ના રોજ મહેસાણા જિલ્લા ભાજપના કમલમ કાર્યાલય ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ભાજપના સંગઠનાત્મક અને વિવિધ મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરો વચ્ચે સંકલન વધારવા તેમજ પક્ષની વિવિધ પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા અંગે ચર્ચા થઈ હતી. સાથે જ આગામી દિવસોમાં યોજાનારી વિવિધ સંગઠનાત્મક કામગીરી અને કાર્યક્રમો અંગે પણ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હોવાનું જણાવાયું હતું.
જિલ્લા ભાજપની સંકલન સમિતિની બેઠક પક્ષના સંગઠન અને કામગીરીના સુચારુ સંકલન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બેઠકમાં ઉપસ્થિત આગેવાનો અને હોદ્દેદારોએ પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા સાથે જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો.
આ અંગેની માહિતી મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી ભગાજી ટી. ઠાકોર દ્વારા આપવામાં આવી હતી. બેઠકમાં સ્થાનિક સ્તરે પક્ષની કામગીરીને વધુ વેગ આપવા અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓને અસરકારક બનાવવાના મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR