મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
મહેસાણા, 16 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વરસાદના પૂર્વાનુમાન મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી શકે છે. મહેસાણા જિલ્લામા
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી


મહેસાણા, 16 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વરસાદના પૂર્વાનુમાન મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

મહેસાણા જિલ્લામાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને ગાંધીનગર સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

બીજી તરફ કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

વરસાદની આગાહીને પગલે ખેડૂતોને હવામાનની સ્થિતિ પર નજર રાખવા અને ખેતી સંબંધિત કામગીરીમાં જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande