પોરબંદરમાં ‘સ્નેહની રાખી – સ્વલંબનની ડોર’ અંતર્ગત રાખીમેળાનું આયોજન.
પોરબંદર, 16 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ‘વિકાસ ભી વિરાસત ભી’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના ધ્યેય સાથે મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા તેમજ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્
પોરબંદરમાં ‘સ્નેહની રાખી – સ્વલંબનની ડોર’ અંતર્ગત રાખીમેળાનું આયોજન.


પોરબંદરમાં ‘સ્નેહની રાખી – સ્વલંબનની ડોર’ અંતર્ગત રાખીમેળાનું આયોજન.


પોરબંદરમાં ‘સ્નેહની રાખી – સ્વલંબનની ડોર’ અંતર્ગત રાખીમેળાનું આયોજન.


પોરબંદરમાં ‘સ્નેહની રાખી – સ્વલંબનની ડોર’ અંતર્ગત રાખીમેળાનું આયોજન.


પોરબંદરમાં ‘સ્નેહની રાખી – સ્વલંબનની ડોર’ અંતર્ગત રાખીમેળાનું આયોજન.


પોરબંદર, 16 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ‘વિકાસ ભી વિરાસત ભી’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના ધ્યેય સાથે મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા તેમજ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘સ્નેહની રાખી – સ્વલંબનની ડોર’ મંત્ર સાથે પોરબંદરના તન્ના હોલ ખાતે રાખીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 14 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાનારો આ મેળો દરરોજ સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે.

રાખીમેળાનું ઉદ્ઘાટન પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા સહિતના મહાનુભાવોની ઊપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મેળામાં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલા સ્વસહાય જૂથો અને બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું.

મેળામાં મહિલા સ્વસહાય જૂથો તથા બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ પ્રકારની રાખડીઓ ઉપરાંત હાથશાળ, હસ્તકલા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, વાંસકામ, પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલિયા, મશરૂ, કાલમકારી, ટેરાકોટા સહિતના વિવિધ સ્વદેશી અને પરંપરાગત ઉત્પાદનોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

આ રાખીમેળો સ્થાનિક મહિલા કારીગરો અને સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર અને વેચાણની તક પૂરી પાડવાની સાથે તેમની પરંપરાગત કળા અને હુન્નરને પ્રોત્સાહન આપવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. સ્વદેશી ઉત્પાદનો અને પરંપરાગત હસ્તકલાને પ્રોત્સાહન આપીને મહિલાઓની આવકમાં વધારો થાય અને તેઓ આર્થિક રીતે વધુ સશક્ત બને તે દિશામાં આ આયોજન કરવામાં આવ્યું છે.

નાગરિકોને રાખીમેળાની મુલાકાત લઈ સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરવા તેમજ મહિલા સાહસિકો અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ આયોજન થકી ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સંદેશને જન-જન સુધી પહોંચાડવાની સાથે સ્થાનિક મહિલા કારીગરોની કળાને પ્રોત્સાહન આપી આત્મનિર્ભરતાની ભાવનાને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મનપા કમિશનર ટી.સી. તીરથાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી તથા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande