સોમનાથ મહાદેવને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે, ૨૫૧ કિલો વિવિધ પુષ્પોનો ભવ્ય 'ત્રિરંગા શૃંગાર' અને અન્નકૂટ મહાભોગ અર્પણ
સોમનાથ, 16 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દેશભક્તિ અને શિવભક્તિનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો. દેશની સુખાકારીની મંગલ કામના સાથે સોમનાથ મહાદેવને રાષ્ટ્રધ્વજની થીમ પર વિશેષ પુષ્પ શૃંગાર કર
૨૫૧ કિલો  વિવિધ પુષ્પોનો ભવ્ય 'ત્રિરંગા શૃંગાર' અને અન્નકૂટ મહાભોગ અર્પણ


સોમનાથ, 16 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દેશભક્તિ અને શિવભક્તિનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો. દેશની સુખાકારીની મંગલ કામના સાથે સોમનાથ મહાદેવને રાષ્ટ્રધ્વજની થીમ પર વિશેષ પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો હતો.

ત્રિરંગા શૃંગાર: સોમનાથ મંદિરના પૂજારીગણ દ્વારા મહાદેવને કેસરી ગલગોટા, સફેદ સેવંતી, લીલા આસોપાલવ અને બિલ્વપત્ર વડે ત્રિરંગાના સુંદર સ્વરૂપમાં સજાવવામાં આવ્યા હતા.

૨૫૧ કિલો પુષ્પો: આ વિહંગમ અને દિવ્ય શૃંગાર માટે કુલ ૨૫૧ કિલો પુષ્પો અને પવિત્ર પત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અન્નકૂટ મહાભોગ આજના આ વિશેષ દિવસે પુષ્પ શૃંગારની સાથોસાથ સોમનાથ દાદાને વિશેષ 'અન્નકૂટ મહાભોગ' પણ અર્પણ કરવામાં આવ્યો હતો.

સ્વાતંત્ર્ય પર્વે દેવાધિદેવ મહાદેવના આ અદભુત ત્રિરંગા શૃંગાર અને અન્નકૂટની ઝાંખીના દર્શન કરી મંદિરે પધારેલા હજારો ભક્તો ભાવવિભોર બન્યા હતા અને દર્શનનો લ્હાવો લઈ પોતાને ધન્ય અનુભવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande